Vande Bharat Train: મુસાફરોથી ભરેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ભભૂકી ઉઠી આગ- જુઓ LIVE દ્રશ્યો

Fire in Vande Bharat train from Bhopal to Delhi: વધુ એક વખત વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ આગ ભોપાલથી દિલ્હી જતી ટ્રેનમાં લાગી છે. આજતક સાથે સંકળાયેલા હેમેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, આ ટ્રેન સોમવાર, 17 જુલાઈના રોજ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન માટે રવાના થઈ હતી. રસ્તામાં કુરવાઈ કેથોરા સ્ટેશન પાસે ટ્રેનની C14 બોગીમાં આગ લાગી હતી.

કહેવાય છે કે, આગ કોચની નીચેની બેટરીથી શરૂ થઈ હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેલવે દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર 20171 ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. ઘટના બીના સ્ટેશન પહેલા બની હતી.

રેલ્વેએ કહ્યું છે કે, ‘કુરવાઈ કેથોરા સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસના કોચના બેટરી બોક્સમાં આગની જાણ થઈ હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.(Fire in Vande Bharat train) તમામ મુસાફરો સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આગ માત્ર બેટરી બોક્સ સુધી જ સીમિત હતી. તપાસ બાદ ટૂંક સમયમાં જ ટ્રેનને રવાના કરવામાં આવશે.’

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર, આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પહેલા પણ વંદે ભારત ટ્રેનને નડ્યો છે અકસ્માત
કર્ણાટક, બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં પણ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી.ગોરખપુરથી લખનૌ જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પથ્થરમારાની ઘટના અયોધ્યાના સોહાવલમાં 10-11 જુલાઈની વચ્ચેની રાત્રે બની હતી. પથ્થરમારાને કારણે કોચ C1, C3 અને એક્ઝિક્યુટિવ કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા. અચાનક થયેલા પથ્થરમારાના કારણે કોચમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર, આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર, કોચ સી-14માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. આ પછી, બેટરી બોક્સમાંથી જ્વાળાઓ બહાર આવવા લાગી. બીના રેલ્વે સ્ટેશન પહેલા, કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *