ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં (Firozabad) ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. જ્યાં એક ફૂલ ઝડપથી જઈ રહેલી સ્લીપર બસ (Sleeper Bus) કાબુ ગુમાવ્યા બાદ ડિવાઇડર સાથે અથડાઇ હતી. ત્યાર બાદ બસમાં આગ લાગી હતી. આગ લગતા જ તેણે એક મોટું રૂપ ધારણ કર્યું અને આખી બસને પોતાની ચપેટમાં લીધી. જોકે બસમાં સવાર મુસાફરોએ કોઈક રીતે કુદકો મારતા પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ કેટલાક મુસાફરો બસમાં ફસાઇ ગયા હતા, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તે જ સમયે, 2 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યાર પછી ફાયર બ્રિગેડની ટીમે બસમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવી લીધો છે.
મળતી માહિતી અનુસાર, બસમાં 72 મુસાફરો હતા. હાલ પોલીસે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મૃતક મુસાફરને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આખો મામલો ફિરોઝાબાદ જિલ્લાના પોલીસ સ્ટેશન નસીરપુર વિસ્તારના આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે નો છે.
उत्तर प्रदेश:फिरोजाबाद में आज सुबह बिहार से गुजरात जा रही एक डबल डेकर बस में आग लगने से 1 की मौत, 2 घायल। ग्रामीण फिरोजाबाद के पुलिस अधीक्षक ने बताया, “बस के डिवाइडर से टकराने के बाद उसमें आग लग गई, बस में कुल 72 लोग सवार थे। 1 की मौत हो गई, 2 घायल हैं, बाकी लोग सुरक्षित हैं।” pic.twitter.com/UFp7jQ9ZOI
— ANI_HindiNews (@AHindinews) August 16, 2020
મળતી માહિતી મુજબ, ખાંભા નંબર 54 નજીક બસનો અકસ્માત થયો હતો. બસ બિહારથી ગુજરાતના અમદાવાદ તરફ જઇ રહી હતી. સ્લીપર બસ ડિવાઇડર સાથે બેકાબૂ થઈને અથડાઈ હતી. ટક્કર મારતાં બસને આગ લાગી હતી. આગ શરૂ થતાં જ બસમાં સવાર મુસાફરોએ છલાંગ લગાવી પોતાનો જીવ બચાવી લીધો હતો, પરંતુ ત્રણ મુસાફરો બસમાં ફસાઇ ગયા હતા. જેમાં એક મુસાફરો બળી જવાને કારણે મૃત્યુ પામ્યો છે અને બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
તે જ સમયે, માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. એડિશનલ પોલીસ અધિક્ષક રાજેશ કુમારે જણાવ્યું હતું કે એક બસ બિહારથી ગુજરાત તરફ જઇ રહી હતી, જે ડિવાઇડર સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં એક મુસાફરો બળીને ખાખ થઈ ગયો હતો અને બે લોકો ઘાયલ થયા હતા. બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews