ચિત્રશિક્ષક મહામંડલ ગુજરાત રાજ્ય તથા DOMSના સયુક્ત ઉપકર્મ- પ્રથમ વાર્ષિક સમ્માન સમારોહ 2024નું આયોજન કર્યું

First Annual Honors Ceremony 2024: તારીખ 10/5/2024 શુક્રવારના રોજ ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય તેમજ Domsના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક સન્માન સમારોહ 2024 (First Annual Honors Ceremony 2024) યોજવામાં આવ્યો હતો. જેમાં ડો.રાજેશ્રી ટંડેલ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક , શાસનાધિકારી હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારીના અધ્યક્ષ સ્થાને સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ હાંસાપોર- નવસારી ખાતે રાખવામાં આવ્યો હતો.

આ મહેમાન રહ્યા હતા હાજર
ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય તેમજ Domsના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક સન્માન સમારોહ 2024 યોજવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કલાગુરુ રમેશભાઈ નાયક પ્રમુખ રૂપદા , પરેશભાઈ રાઠવા પદ્મશ્રી એવોર્ડ વિજેતા, પ્રફુલભાઈ ગોંડલીયા હિરેન પટોડીયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી ,ચેતનભાઇ દેસાઈ, ચેરમેન ધી ચીખલી એજ્યુકેશન સોસાયટી ચીખલી , ચિત્રાંગ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર ચિત્રશિક્ષક સંઘની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
ધર્મેશભાઈ જે પટેલ ડાયરેકટર કલામંથન એકેડમી સુરત ,સરસ્વતીબેન આર પટેલ આચાર્ય ફલધરા માધ્યમિક શાળા, વિપુલભાઈ પરમાર ઉપપ્રમુખ ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય ,મહેશભાઈ વસાવા ઉપપ્રમુખ ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય, અનિલસિંહ પરમાર પ્રમુખ નવસારી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, કેતનભાઇ લાડ પ્રમુખ નવસારી જિલ્લા વહીવટી કર્મચારી સંઘ, જીતુભાઈ પટેલ નવસારી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, મયુરભાઈ આડમાર પ્રમુખ સુરત શહેર ચિત્રશિક્ષક સંઘ,ધર્મેશભાઈ શિરોહીયા પ્રમુખ સુરત જિલ્લા ચિત્રશિક્ષક સંઘ, આશિષભાઈ ગાંધી મહામંત્રી નવસારી જિલ્લા ચિત્રશિક્ષક સંઘ ,દિપેશ પી પટેલ પ્રમુખ ભરૂચ જિલ્લા ચિત્રશિક્ષક સંઘ ,ભરતભાઈ પટેલ મહામંત્રી વલસાડ જિલ્લા ચિત્રશિક્ષક સંઘ , કૈયુમ ખલીફા મહામંત્રી સુરત શહેર ચિત્રશિક્ષક સંઘની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો.

દીપ પ્રાગ્યટ્યથી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત
ડો. રાજે ટંડેલ મેડમ ,રમેશભાઈ નાયક,પરેશભાઈ રાઠવા સાહેબના સથવારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ચિત્રશિક્ષક બહેનો દ્વારા પ્રાર્થના રજુ કરી હતી.કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત વિપુલ પટેલ પ્રમુખ ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને મંડળ કામગીરીની વિસ્તૃત માહિતી જીતેન્દ્ર પરમાર મહામંત્રી ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવી હતી.

કુલ 168 વિદ્યાર્થીઓને પુરષ્કાર આપવામાં આવ્યા
કાર્યક્રમમાં કુલ 168 વિદ્યાર્થીઓનું રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોકડ પુરસ્કાર, ટ્રોફી પ્રમાણપત્ર અને પુષ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 12 નિવૃત ચિત્ર શિક્ષક, રાજ્યના 12 વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા ચિત્ર શિક્ષકો, 28 ચિત્રશિક્ષકોના વિશિષ્ટ પ્રતિભાશાળી બાળકો,ચિત્રશિક્ષકો અને રાજ્યના કુલ 37 શાળાના આચાર્યઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રદર્શન પણ બે વિભાગમાં રાખવામાં આવેલ છે.એક વિભાગ શિલ્પકલા કે જેમાં કલાકાર વિપુલ ડી પટેલ ફલધરા માધ્યમિક શાળા અને ચિત્રશિક્ષક ચેતનભાઇ આર પટેલ ધમડાછા હાઇસ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવ્યું.

ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું
ચિત્રકલા પ્રદર્શન વલસાડ જિલ્લાની વિદ્યાર્થીની કુમારી ફલેશા વિપુલ પટેલ અને નવસારી જિલ્લાના ચિત્રકાર કમલેશભાઈ જે ટંડેલના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વારલી ચિત્રકલા સ્પર્ધા હતી.સ્પર્ધા સવારે 8:00 કલાકથી શરૂ થઈ 10 વાગ્યે પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન યોગેશકુમાર એમ ચૌધરી પ્રમુખ,વારલી ચિત્રકલા સંવર્ધન ગ્રુપ ,ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય તથા સંસ્કાર ભારતીય સમિતિ વલસાડના સંયુકત ઉપક્રમે રાખવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ત્રણ વિભાગમાં કુલ 60 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધાના અંતે પ્રથમ ત્રણ નંબરોને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશકુમાર ગોરાને આચાર્ય,વિનય મંદિર દાંડી એ કર્યું હતું. નવસારી જિલ્લાના કલા ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે એવા સ્વ. હરી દા .ટંડેલ અને સ્વ.જયરાજભાઈ પટેલને બે મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આભારવિધિ વિપુલ પરમાર ઉપપ્રમુખ, ચિત્રશિક્ષક મહામંડળ દ્વારા કરવામાં આવી હતી.