આજથી ભારતમાં ચાલુ થયા કોરોના વાયરસથી મોત, સમગ્ર દેશભરમાં 61 લોકોના… જાણો અહીં

હાલ તમે જાણતા હશો કે ચીન બાદ હવે ભારતમાં કોરોના વાયરસે ભયંકર તબાહી મચાવી છે. એક બાજુ લોકો આ વાયરસથી ખુબ પરેશાન છે અને બીજી બાજુ આજથી ભારતમાં કોરોનાથી મૃત્યુ થવાનું ચાલુ થઇ ગયું છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મળેલી માહિતી અનુસાર કર્ણાટકમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું છે. પીટીઆઇના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં 76 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. મૃતક દર્દીને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો હતા.

દિવસે-દિવસે ભારતમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યામાં સતત વધારો થવા માંડ્યો છે. અને અત્યાર સુધીમાં કોરોનાના કુલ 61 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. પુણેમાં વધુ પાંચ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દુબઈથી ભારત આવેલા દંપતિના સંપર્કમાં આવતા અન્ય ત્રણ લોકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો. જેમને નાયડૂ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

સાથે-સાથે પુણેમાં કોરોનાના પાંચ કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે 19 જેટલા શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેરળમાં વધુ બે કેસ નોંધાયા છે. આ સાથે કેરળમાં 14 જેટલા કેસ પોઝિટીવ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાને પહોંચી વળવા માટે સરકાર દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.

ઇટાલીથી પરત ફરેલા વ્યક્તિ તેમજ તેના માતા-પિતાને પણ કોટ્ટયમ મેડિકલ કોલેજમા દાખલ કરવામા આવ્યા છે, જેનામા કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યા છે. જેની ઉંમર વર્ષ ક્રમશ: 90 અને 85 વર્ષ છે. જ્યારે મંગળવારના રોજ બે અન્ય વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ આવ્યા તેમા ઇટાલીમાથી પરત ફરેલા બે વ્યક્તિને એરપોર્ટથી સીધા ઘરે લાવવામા આવ્યા હતા.

કર્ણાટક રાજ્યના સ્વાસ્થ્યમંત્રી બી શ્રીરામુલુએ રાજ્યમા કોરોના વાઇરસના 4 નવા લોકો સંક્રમિત થયા હોવાની જાણકારી આપી છે. તેમણે જણાવતા કહ્યું હતું કે, તે લોકોને તેમના પરિવારથી અલગ રાખવામા આવ્યા છે. આખરે સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને આ માહોલમા સાવધાની રાખવાનુ તેમજ સંક્રમણ ફેલાવાથી રોકવા માટેની વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *