પહેલા નમસ્તે કહ્યું, પછી I LOVE YOU બોલી ભાગવા લાગ્યો, મહિલાએ ચપ્પલથી જ ત્યાં ને ત્યાં જ કરી નાખી ધોલાઈ

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં એક વિકૃત મગજના યુવકને મહિલાની છેડતી કરવી ભારે પડી ગઈ હતી. મહિલા અને તેના ઘરવાળાઓએ આ વિકૃત માણસને તેના ઘરની બહાર જ પકડી પાડ્યો અને જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો. મહિલા રોડના એક બાજુના ભાગ પર બુટ ચપ્પલ (Uttar Pradesh News) વેચી રહી હતી. મહિલાનો આરોપ છે કે આ છોકરો દરરોજ પોતાની સાથે અશ્લીલ હરકતો કરતો હતો. મહિલાએ ઘણી વખત તેને સમજાવ્યો હતો પરંતુ તે માન્યો ન હતો.

ત્યારબાદ ગયા મંગળવાર ની સાંજે યુવક રસ્તા પરથી પસાર થયો હતો અને નમસ્તેની સાથે સાથે આઇ.લવ.યુ બોલી ત્યાંથી ભાગી ગયો હતો. એવામાં આ યુવકથી હેરાનગતિ પામેલી મહિલાએ પોતાના ભાઈ અને પતિને ત્યાં સ્થળ પર બોલાવ્યા અને ત્યાં રોડ પર જ તેની ધોલાઈ કરી નાખી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી ગઈ હતી અને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તોપણ આ મહિલાએ પોલીસને મચક આપી ન હતી. સ્થાનિક લોકોની દરમિયાનગીરી થયા બાદ આ યુવકને ચેતવણી આપીને છોડી દીધો હતો. અધૂરામાં પૂરું આ  આરોપી પગે લંગડો છે.

સમગ્ર ઘટના હરદોઇ જિલ્લાની છે જ્યાં મહિલાએ એક વિકૃત છોકરાને પોતાના ઘરવાળાઓ સાથે મળીને સારો એવો પાઠ ભણાવ્યો હતો. તસવીરોમાં મહિલા આ યુવકને લાફાઓ તેમજ ચપ્પલ મારી રહી છે તો તેના ઘરવાળાઓ લાત વડે તેને મારી રહ્યા છે.

પહેલા મહિલાએ ચપ્પલ દ્વારા તેને મેથી પાક આપ્યો પછી મહિલાના ભાઈ અને પતિ તેમ જ દિયરે પણ તેની બરાબરની મહેમાનગતિ કરી હતી. આ દરમિયાન ભીડ ભેગી થઈ ગઈ. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પોલીસને મહિલા અથવા મહિલાના પરિવારજનો તરફથી લેખિતમાં કોઈ ફરિયાદ આપી ન હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ પણ આ યુવકને ખૂબ માર માર્યો હતો.