જોધપુર: જોધપુર(Jodhpur)ના રતનદા(Ratnada) વિસ્તારમાં સૂર્યા ટ્વીન ટાવરના ફ્લેટમાંથી(From the flat of the surya Twin Towers) 4 મૃતદેહો મળી આવ્યા બાદ શુક્રવારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં, પરિવારના મોભી ફાંસી પર લટકતા મળી આવ્યા હતા. જ્યારે તેની પત્ની અને બે બાળકો(Wife and two children)ની લાશ નીચે પડેલી મળી હતી. પ્રથમ નજરે એવું લાગે છે કે આ વ્યક્તિએ તેની પત્ની અને બંને પુત્રીની હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. હાલમાં, પોલીસ(police) અને ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ની ટીમ દ્વારા સ્થળ પર પહોચી તપાસ શરુ કરવામાં આવી છે.
સૂર્યા ટ્વીન ટાવર્સમાં રહેતા દીનદયાલ અરોરા(45), તેની પત્ની સરોજ(42), 13 વર્ષની પુત્રી હિરલ અને 7 વર્ષની પુત્રી તન્વી તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, દીનદયાળને ઘંટાઘર શાકમાર્કેટ પાસે કાપડની દુકાન છે. શુક્રવારે સવારે તે ઘરની બહાર ન આવ્યો તેની પર કોઈએ ધ્યાન આપ્યું નહીં. લાંબા સમય સુધી બહાર ન આવતાં દીનદયાલના પરિવારને પાડોશીઓ સાડા અગિયાર વાગ્યે બોલાવવા ગયા. જ્યારે એક પાડોશીએ અંદર જોયું તે ચોંકી ગયો. દીનદયાલ અંદરના રૂમમાં પંખામાં લટકી રહ્યો હતો. જ્યારે બંને બાળકો અને તેની પત્ની નીચે પડેલા હતા.
થોડી જ વારમાં લોકોના ટોળા સ્થળ પર એકઠા થઈ ગયા. આ દરમિયાન, માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ચાર લોકોના મોતની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. અંદર તપાસ કરી રહેલી પોલીસનું માનવું છે કે અગાઉ પત્ની અને બાળકોને ઝેરી પદાર્થો ખવડાવવામાં આવ્યા હોવાનું જણાય છે. આ પછી ત્રણેયનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું જણાય છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વેપારીની પત્ની પણ ઘણા વર્ષોથી બીમાર હતી. તેની કમરમાં સિયાટિકાને કારણે, વેપારી પર ઘરની જવાબદારી પણ હતી. જોકે, પત્નીની બીમારી હવે સારી થઈ રહી હતી. લાંબી સારવારથી તણાવની સ્થિતિ ઉભી થઈ. હતાશ થઈને વેપારીના પરિવારે હત્યા કરીને આત્મહત્યા કરી હોવાની આશંકા છે.
આ અંગે પડોશીઓનું કહેવું છે કે, બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગુરુવારે રાત્રે પણ ઝઘડો થયો હતો. શુક્રવારે 11 વાગ્યા પછી પણ ઘરનો દરવાજો ન ખુલ્યો, પછી પોલીસને બોલાવી. પોલીસે દરવાજો તોડ્યો ત્યારે વેપારીને પંખામાં ફાંસે લટકતો જોયો હતો. તેની બે પુત્રીઓ અને પત્નીના મૃતદેહ બીજા રૂમમાંથી મળી આવ્યા હતા.
પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. પરિવારે લોન પર ફ્લેટ ખરીદ્યો હતો. તેનો હપ્તો કપાતો જતો હતો. કોરોના સમયગાળાને કારણે દીનદયાલનો વ્યવસાય પણ યોગ્ય રીતે ચાલી રહ્યો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.