દર્શન કરીને પરત ફરી રહેલા લોકોને નડ્યો અકસ્માત, 3 પાટીદાર યુવાનો બન્યા કાળનો કોળીયો- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): ખંભાત(Khambhat)ના ઉંદેલ(Undel) ગામના 5 જુવાનજોધ મિત્રો ડિઝાયર ગાડી લઇને ઉજ્જૈન(Ujjain)થી દર્શન કરીને પરત ઉંદેલ જઈ રહ્યા હતા અને આ દરમિયાન ગોધરા(Godhra)ના ઓરવાડા(Orwada) પાસે પુરપાટ…

ગુજરાત(Gujarat): ખંભાત(Khambhat)ના ઉંદેલ(Undel) ગામના 5 જુવાનજોધ મિત્રો ડિઝાયર ગાડી લઇને ઉજ્જૈન(Ujjain)થી દર્શન કરીને પરત ઉંદેલ જઈ રહ્યા હતા અને આ દરમિયાન ગોધરા(Godhra)ના ઓરવાડા(Orwada) પાસે પુરપાટ ઝડપે જતી કાર ડિવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર સાથે જોરદાર અથડાતાં અકસ્માત(Accident)માં ઘટના સ્થળે જ 3 યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે યુવાનોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો તથા પટેલ સમાજના અગ્રણીનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામના કૃષિલભાઇ વિપુલભાઇ પટેલ, કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ, હર્ષિદભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલ કાર લઇને ઉજ્જૈનના ભગવાન મહાકાલના દર્શન કરવા માટે ગયા હતા અને ઉજ્જૈન મંદિરે દર્શન કરીને ત્યારબાદ તેઓ 5 યુવાનો કાર લઇને ખંભાતના ઉંદેલ ગામે જવા માટે નીકળ્યા હતા. ગોધરાના ઓરવાડા પાસેના હાઇવે ઉપર પુરપાટ ઝડપે જતી કારનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર જોડે અથડાતા કારના કચ્ચરઘાણ બોલી ગયા હતા.

મૃત્યુ પામનાર યુવકોના નામ
કાળમુખા અકસ્માતમાં ‎કિશનભાઇ પંકજભાઈ પટેલ (ઉં. 28 વર્ષ,રહે.ઉંદેલ,તા.ખંભા‎), કૃષીલભાઈ ​​​​​​​વિપુલભાઈ પટેલ (ઉં. 25 વર્ષ‎,રહે.ઉંદેલ,તા.ખંભા) અને શશાંકભાઈ મહેશભાઈ પટેલ (ઉં. 30 વર્ષ,રહે.ઉંદેલ,તા.ખંભા)નું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

​​​​​​​ઈજાગ્રસ્ત થયેલા યુવકોના નામ:
આ અકસ્માતમાં હર્ષિત ભૂપેન્દ્રભાઈ પટેલ (ઉ. 35 વર્ષ) અને ‎ભરતભાઈ યોગેશભાઇ પટેલ (ઉ.27 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *