સુરત/ કીકાણી પરિવારે માનવતા મહેકાવી… 28 વર્ષીય બ્રેઇનડેડ પીનલ બેનના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન

Organ Donation in Surat: અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે સુરતમાં આજે વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે.જેમાં મોટા વરાછા ખાતે રહેતા 28 વર્ષીય પીનલ બેન કીકાણી (Pinalben Kikani organ donation) 24 માર્ચના રોજ બેભાન થયા હતા જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં 4 દિવસની સારવાર બાદ ડોકટરે તેમને બ્રેન્ડેડ જાહેર કાર્ય હતા જે બાદ દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો.ત્યારે આ કિકાણી પરિવારના અંગદાનના ( Jeevandip Organ Donation in Surat) સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓ ના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું છે.

અચાનક તબિયત લથડી હતી
તા. 24 માર્ચ 2024 ના રોજ સવારે 10 વાગ્યે વરાછામાં રહેતા પીનલ બેન તબિયત સારી ન હોવાના કારણે પોતાના રૂમમાં સુતા હતા.જે બાદ તેમના સાસુએ દરવાજો ખખડાવતા તેમને ખોલ્યો ન હતો.પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદમાણી ને તેઓએ બોલાવ્યા હતા તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલીક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પીનલબેન ખૂબજ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશ ને ટેલીફોનિક જાણ કરી હતી

અને ઘરેથી તાત્કાલિક સુરત, વરાછા રોડ,ખાતે પીપી માણીયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યા પીનલબેનની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આશરે ચાર દિવસની સારવાર કર્યા બાદ ડોક્ટર દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

4 દિવસ સારવાર બાદ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા
પીનલબેનને બ્રેઇનડેડ જાહેર કરાતા તેમના પરિવારે રાત્રે 2.30 વાગ્યે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમનો સંપર્ક કર્યો હતો.જે બાદ અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પી.પી.માણીયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જે બાદ કીકાણી પરિવારે અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિકાણી પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓ ના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું.

કીકાણી પરિવારે માનવતા મહેકાવી
આ તમામ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સુરત થી અમદાવાદ સુધીનો 269kmનો ગ્રીન કોરીડોર નો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મુ અંગદાન કરવામાં આવ્યું હતું.