Ranchi Panchghagh fall: ગરમીના દિવસોમાં જો ઝરણા પાસે જવાનો મોકો મળે તો એવું લાગે છે કે જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોઈએ. ધોમધખતા તાપમાં રાહત મેળવવા માટે લોકો પહાડો ઉપર જાય છે. આ ઉપરાંત ઝરણા, તેમજ સ્વિમિંગ પૂલમાં નાહવાનું પણ પસંદ કરે છે. આજે (Ranchi Panchghagh fall) અમે તમને એવા એક અનોખા ઝરણા વિશે જણાવીશું જ્યાં એક સાથે પાંચ ધારાઓ વહે છે. સ્થાનિક લોકોની એવી માન્યતા છે કે અહીંયા પાંચ બહેનોએ એક સાથે સુસાઇડ કર્યું હતું.
હકીકતમાં આ પાંચેય બહેનો એક જ છોકરાને પ્રેમ કરતી હતી. જ્યારે તેઓ બધાને આ વાતની ખબર પડી તો પાંચે બહેનોએ ઝરણામાં કૂદી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. ત્યારબાદથી અહીંયા પાંચ પ્રવાહ વહેવા લાગ્યા હતા. ત્યારે પહેલા એક જ ધોધ પડતો હતો. આ ઝરણાનું નામ પંચઘાગ ફોલ છે. આ ધોધ ખૂબ સુંદર અને પ્રાકૃતિક સ્થળ છે જે પોતાની આગવી વિશેષતાઓ માટે જાણીતું છે. આ ઝરણું ગાઢ જંગલ અને પહાડોથી ઘેરાયેલું છે, જે તેને વધારે આકર્ષિત બનાવે છે.
ખૂટી જિલ્લામાં આવેલો છે આ ધોધ
પંચઘાગ વોટરફોલ ઝારખંડના ખૂટી જિલ્લામાં આવેલો છે, જે રાચીથી લગભગ 57 km દૂર છે. અહીંયા ખૂટીથી ચાઇબાસા તરફ જતા રોડ પર આવે છે. અને તે ખૂટીથી લગભગ 14 કિલોમીટર દૂર આવેલો છે. રાંચીથી સીમડેગા જતા રસ્તામાં પણ આ ઝરણું જોવા મળે છે. આ ધોધની ઊંચાઈ લગભગ 600 મીટર છે અને ચારેય બાજુ સાલ, વાંસ અને પલાસના ઘટ્ટ વૃક્ષોનો ધેરો છે. આ હરિયાળુ વાતાવરણ પર્યટકોને ખૂબ પસંદ આવે છે.
ઝરણામાંથી પડતું પાણી એકદમ સ્વચ્છ હોય છે. કારણકે આમાં કોઈ માટી હોતી નથી. ઝરણાની આસપાસનો વિસ્તાર ખડકવાળો છે. ત્યાં ભૂરા રંગના પથ્થરો વિખરાયેલા છે. આ પથ્થરો આ વિસ્તારની સુંદરતાને વધારે સુંદર બનાવે છે. આ ધોધની પ્રાકૃતિક બનાવટ અને આસપાસનો શાંત માહોલ પર્યટકો માટે એક આદર્શ સ્થાન છે.
દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આ ધોધની મુલાકાતે આવે છે, ખાસ કરીને પોતાના મિત્રો અને પરિવાર સહિત રહ્યા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને ભારતીય જવાન હંમેશા ફરજ પર હાજર હોય છે. તેમ છતાં આ વિસ્તારની પથરાળ જમીન અને ઊંડા ખાડાઓને કારણે સાવધાન રહેવું જરૂરી છે. આ ધોધનો પ્રવાહ ઝડપી પણ હોઈ શકે છે એટલા માટે અહીંયા નાહવા માટે સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચડવા ઉતરવા માટે સીડીઓ પણ બનાવવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App