એક ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે. જે સાંભળીને તમારા પણ રૂવાડા ઉભા થઇ જશે. આસામમાં સંદિગ્ધ ઉગ્રવાદીઑ દ્વારા એક ખતરનાક અને દર્દનાક ઘટનાને ખુબ જ ગંભીર રીતે અંજામ આપવામાં આવ્યો છે. દીમાં હસાઓના ઉમરંગસો-લંકા રોડ પર દિસમાઓ ગામ પાસે અમુક બદમાશોએ ઓછામાં ઓછા 7 ટ્રકોને આગ લગાડી દીધી હતી. આ પહેલા તેમણે કેટલાય રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું અને ત્યાર બાદ વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસને ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળેથી પાંચ જેટલા મૃતદેહ મળી આવ્યા હતા.
આસામમાં સુદૂર દીમા હસાઓ જિલ્લામાં દિયુંગબરા પાસે આ ખતરનાક અને દર્દનાક ઘટના બની હતી. જેમાં રાત્રિના સમયે કેટલાક ટ્રકને આગ લગાડી દેવામાં આવી હતી. આ પગલું સંદિગ્ધ ઉગ્રવાદીઓનું તોફાની અને ક્રુરતા ભર્યું પગલું હોવાનું માનવામાં આવે છે. આસામ પોલીસે જણાવતા કહ્યું હતું કે, આ પાછળ સંદિગ્ધ DNLA ઉગ્રવાદી સમૂહનો હાથ હોય શકે છે. સાથે સાથે જિલ્લાના એસપીએ જણાવતા કહ્યું હતું કે, રાઈફલ્સની મદદથી વ્યાપક તપાસ અભિયાન જારી કરી દેવામાં આવ્યું છે.
એપ્રિલ 2019 માં રચાયેલ, DNLA સશસ્ત્ર સંઘર્ષ દ્વારા દિમાસા સમુદાય માટે એક સ્વતંત્ર રાષ્ટ્રની ઈચ્છા રાખી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં, સુરક્ષા દળો સાથેની લડાઈમાં સંગઠનના સભ્યો માર્યા ગયા છે અથવા શરણાગતિ સ્વીકારી લીધી છે. આદિવાસીઓમાંની સ્વદેશી દિમાસા આસામની એક જાતિ છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ લગભગ 142,413 દિમાસા દિમા હાસાઓ જિલ્લામાં હતા અને તેમના અન્ય પાડોશી નાગાલેન્ડમાં રહેતા હતા.
ડીએનએલએ દાવો કરતા કહે છે કે, આદિજાતિની સંસ્કૃતિ, ભાષાને બચાવવા અને દિમાસા સામ્રાજ્યને પુન:સ્થાપિત કરવા માટે આદિવાસીઓ લડાઈ લડી રહ્યા છે, જે આ પ્રદેશના પ્રારંભિકમાંના એક ગણવામાં આવે છે. દિમા હલમ દૌગાહ અને કાળી વિધવા બળવાખોર જૂથો અગાઉ પ્રદેશમાં ખુબ જ સક્રિય હતા પરંતુ સમય જતા તેઓ હવે નિષ્ક્રિય થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.