થોડા દિવસ બાદ એટલે કે, 14 જાન્યુઆરીનાં રોજ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ચાઈનીઝ દોરીને કારણે ઘણીવાર લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શાળાઓ બંધ હોવાને લીધે પતંગો અત્યારથી જ ઉડતા દેખાઈ રહ્યાં છે ત્યારે પતંગ ઉડાવતી વખતે આંખ ઉઘાડનાર ઘટના સામે આવી રહી છે.
શહેરના પૂણા વિસ્તારમાં આવેલ ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત પરિવારના પાંચ વર્ષનો દીકરો ઘરે તથા પાડોશમાં રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળ પર પતંગ ઉડાવવા માટે પહોંચી ગયો હતો. જ્યાંથી અચાનક નીચે પટકાઈ જતા તેનું મોત નિપજ્યું છે. જેને કારણે પરિવારજનોમાં દુઃખનો માહોલ ફરી વળ્યો છે.
દરરોજની જેમ રમવા માટે ફળિયામાં ગયો હતો :
પુણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષીય દીકરો કેનીલ દરરોજની જેમ ગુરુવારનાં રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ ઘર નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો. આ દરમિયાન કેનીલ સામેના ઘરમાં ગયો હતો તેમજ ઘરની અંદર ગયા પછી તે બીજા માળે અગાસી પર ચાલ્યો ગયો હતો તેમજ પતંગ ચગાવવા લાગ્યો હતો.
પતંગ ચગાવતા નીચે પટકાઈ જતા મોતને ભેટ્યો :
પતંગ ચગાવતી વખતે કેનીલ બીજા માળ પરથી નીચે પટકાઈ ગયો હતો. ગોહિલ પરિવારને જાણ થતાની સાથે જ તેઓ દોડતા થઇ ગયા હતા. પુત્ર કેનીલને લઇ પરવટ પાટીયાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં તબીબો દ્વારા પુત્ર કેનીલને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle