કાર ચાલકે રોડની નજીક ખાટલા ઉપર બેઠેલા પરિવારને અડફેટે લીધું- 5 વર્ષીય બાળકનું નીપજ્યું કરુણ મોત

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના માંજલપુર(Manjalpur) પોલીસ સ્ટેશનની સામે મોડી સાંજના રોજ અલ્ટો કારના ચાલકે એક્સિડન્ટ(Accident) સર્જ્યું હતું. રોડની નજીકમાં ખાટલા ઉપર બેઠેલા શ્રમજીવી પરિવારની એક મહિલા સહિત બે બાળકોને અડફેટે લેતા પાંચ વર્ષના બાળકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આઠ મહિનાના બાળક તથા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ઘટનાને પગલે દોડી આવેલા લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનની સામે જ શ્રમજીવી પરિવાર કમલેશ વસુનિયા પરિવાર સાથે રહે છે. કમલેશ વસુનિયાને તેની બહેન લલીતાબહેન તેને મળવા માટે આવી પહોંચી હતી. કમલેશ વસુનિયાના બે બાળકો અર્પિત વસુનિયા (ઉંમર વર્ષ 5 )તથા પુત્રી શિવાની (ઉંમર 8 માસ) સાંજના સમયે રોડની નજીકમાંખાટલો ઢાળીને તેના ફોઈ સાથે બેઠા હતા.

રોકેટ ગતિએ આવી કાર:
આ દરમિયાન, પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી અલ્ટો કારના ચાલકે રોડની નજીકમાં ઢાળેલા ખાટલાને અડફેટે લઇ લેતા ખાટલા માં બેઠેલા બે માસૂમ બાળકો અર્પિત વસુનિયા અને બાળકી શિવાની તેમજ લલીતાબેન અને ખાટલો બંને ફંગોળાઇ ગયા હતા. આ ઘટનામાં બાળક અર્પિત વસુનિયાને અત્યંત ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. જ્યારે નાની બાળકી શિવાની અને લલિતાબેનને નાની મોટી ઈજાઓ થતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ચાલકને પોલીસ હવાલે કરવામાં આવ્યો:
આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ શ્રમજીવી પરિવારને અડફેટે લેનાર કાર ચાલકને ઝડપી પડ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. આ દરમિયાન ઘટનાની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત નાજુક હોવાનું ડોકટરી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *