flat gujarat government made mou: વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ અંતર્ગત સુરતના એધસ ગ્રુપ દ્વારા ગુજરાત સરકાર સાથે ૧૦૧૮ કરોડના MoU કરવામાં આવ્યા છે. જેમાં ફ્યુઅલ (ઇથેનોલ), ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ, પ્રિ-બાયોટીક કોસ્મેટીક પ્રોડક્ટ્સ, સેમી કંડકટર મેનુફેક્ચરીંગ, FRP રોડ્સ મેન્યુફેકચરીંગ અને IT કન્સલ્ટીંગ મળીને કુલ ૧૦૧૮ કરોડ ના MoU મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા.
એધસ ગ્રુપ દ્વારા વડોદરા જિલ્લાના ડેસર ખાતે ૨૮૦ KLPD નો બાયો-ફ્યુઅલ મેન્યુફેક્ચરીંગનો પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. આ કંપનીના ફાઉન્ડર અને ડાયરેક્ટર શ્રી હરેશભાઈ પરવડીયાએ વધુમાં જણાવ્યું કે, આ ઇથેનોલ ટુક સમયમાં વાહનોમાં ફ્યુઅલ તરીકે વપરાશે અને આ વિસ્તાર ના ઓછામાં ઓછા ૧૦૦૦ કરતા વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો પૂરી પાડશે.
એધસ ગ્રુપ દ્વારા એક અદભૂત બ્રાંડ ‘કાઉબેરી’ (cowberry) લોન્ચ કરવામાં આવી છે, કંપની ના CEO શ્રી કૌશિક સોનાણીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટના માધ્યમથી ૧૦૦% શુદ્ધ, ઝેરમુક્ત અને જંતુનાશક દવારહિત, ઓર્ગેનિક સર્ટિફાઈડ પ્રોડક્ટસ દેશની જનતાને ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સથી પહોચાડવામાં આવશે. દેશનો સૌથી મોટો એગ્રી-ટુરિઝમ પ્રોજેક્ટ સાથે કાઉબેરી વડોદરા જિલ્લામાં ૨૦૦ વીઘામાં ઓર્ગેનિક સર્ટિફાઈડ પ્લાન્ટ સાથે દેશની કાઉબેરી વર્લ્ડ એગ્રી યુનિવર્સિટી સુધી બનાવવાનું સ્વપ્ન સાકાર થશે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી જાન્યુઆરી-2024 માં વાઈબ્રન્ટ સમિટની 10મી એડિશન યોજાવાની છે, તેના પૂર્વે આજે વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગુજરાત સરકારે વધુ 47 MoU કર્યા છે. જે હેઠળ,… pic.twitter.com/8XOiljTLVg
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 20, 2023
કંપનીના ડાયરેક્ટરશ્રી કૃણાલ પરવડિયાએ જણાવ્યું કે, કાઉબેરી FPO મેનેજમેન્ટ સોફ્ટવેરથી દેશના ખેડૂતોને જોડાવાનું અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવાનું કામ સરળ થશે, તથા આ બ્રાન્ડનું ઈ-કોમર્સ પ્લેટફોર્મથી ભારતીય રસોડામાં ઉપયોગી એવા બધા જ મરી-મસાલા, ધાન્ય પાકો અને કઠોળ સહિત બેકરી પ્રોડક્ટ્સ, નમકીનને દેશ-વિદેશમાં ઓર્ગેનિક સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ ઘરે-ઘરે પહોચતી કરી શકાશે.
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ ૨૦૨૩ થી ૨૦૨૮ વચ્ચે કાર્યરત કરશે. કચ્છ, ભરૂચ, ખેડા, અમદાવાદ, મહેસાણા, અમરેલી, વડોદરા, સુરત, પંચમહાલ, સાણંદ, ગાંધીનગર, ડાંગ, નવસારી અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થશે. એમ.ઓ.યુ. હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર સહિત વરિષ્ઠ સચિવો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube