પૂરને કારણે આસામની સ્થિતિ સતત કથળી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ પાંચ લોકોનાં મોત સાથે, પૂરનાં કારણે 97 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, રાજ્યના 33 માંથી 27 જિલ્લાઓમાં 40 લાખ લોકો અસરગ્રસ્ત છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વરસાદ સંબંધિત કારણોસર મૃત્યુ પામેલા 97 લોકોમાંથી 71 લોકો પૂરના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે અને 26 લોકોએ પોતાનો માટી ધસવામાં જીવ ગુમાવ્યો છે.
પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત ધુબરી જિલ્લામાં છ લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના સાડા ત્રણ હજાર ગામો ડૂબી ગયા છે અને 1.28 લાખ હેક્ટરમાં પાકનો નાશ થયો છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ જોખમી નિશાની ઉપર વહી રહી છે અને દરરોજ પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.
આ ઉપરાંત દેશભર માં ભારે વરસાદ ની આગાસી હવામાન વિભાગ કરી ચુક્યું છે. એક બાજુ કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે અને બીજી ભજું વરસાદ પણ ભયજનક સ્થિતિ ઉભી કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news