ઓસ્ટ્રેલીયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલીયાના બ્રિસ્બેનમાં ભારતીય મૂળના 12 વર્ષના હિંદુ ફૂટબોલ ખેલાડી શુભ પટેલને તુલસીની માળા (કંઠી માળા) પહેરવાને લીધે મેચમાં રમાડવાની ના પાડી દીધી અને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો હતો. જયારે રેફરીએ શુભને કંઠી ઉતારવા કહ્યું તો તેણે કંઠી ઉતારવાની ના પાડી દીધી, જે શુભે 5 વર્ષની નાની ઉંમરથી પહેરી છે. શુભે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, હું ફક્ત એક ફૂટબોલ મેચ માટે હું કંઠીને ઉતારવાની જગ્યાએ મારા ધર્મનું પાલન કરવાનું પહેલા પસંદ કરીશ.
ટૂવોન્ગ ક્લબના યુવા સભ્યએ જણાવતા કહ્યું કે, કંઠી ઉતારવી એ હિંદુ ધર્મની વિરુદ્ધ છે. સનાતન પરંપરામાં પૂજામાં પ્રસાદ માટે ઉપયોગમાં લેવામાં આવતી તુલસીની માળાને ધારણ કરવી અને માળાનો જપ કરવો અત્યંત મંગળકારી માનવામાં આવે છે. BAPS ભગવાન સ્વામિનારાયણના ભક્ત શુભે આગળ જણાવતા કહ્યું છે કે, જો હું કંઠીને તે દિવસે ઉતારી દેત તો તે સમયે ભગવાનને એવું લાગત કે મને તેમના પર વિશ્વાસ નથી, શ્રધા નથી.
આ હિંદુ છોકરાએ ભાર આપીને કહ્યું છે કે, માળા તેને આત્મવિશ્વાસ આપે છે સુરક્ષિત અનુભવ કરાવે છે અને માળા મને શાંતિની અનુભૂતિ કરાવે છે. ત્યારબાદ શુભ એક ખૂણામાં બેસીને પોતાની ટીમ રમતી હતી તેને જોવા લાગ્યો. આ પહેલી વખત થયું છે જ્યારે શુભને પોતાની કંઠી ઉતારવા માટે કહેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તેણે 15 મેચ માળા પહેરીને જ રમી હતી અને એકવાર પણ તેના કોચ કે ટીમના સાથીઓ દ્વારા તેને માળા ઉતારવા માટે કહ્યું નહોતું.
જાણો શું કહે છે નિયમ?
ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (ફીફા) ના નિયમો અનુસાર, એક ખેલાડીએ રમતી વખતે કોઈ પણ ઉપકરણ અથવા કોઈ પણ વસ્તુ પહેરેલી ન હોવી જોઈએ. 2014 પહેલા ફીફાએ હિજાબ પર પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે, જેને લીધે ખેલાડીને માથા અને ગરદન પર ઈજા થવાનો ભય રહે છે.
ફૂટબોલ ક્વીન્સલેન્ડે માફી માંગી:
ફૂટબોલ ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલીયામાં ફૂટબોલ અને ફૂટસલની ગવર્નિંગ બોડી છે. ફૂટબોલ ક્વીન્સલેન્ડે એક તપાસ શરુ કરી છે અને આ ઘટના બાદ શુભ પટેલના પરિવાર અને ટૂવોન્ગ સોકર ક્લબની માફી માંગી છે અને ફૂટબોલ ક્વીન્સલેન્ડે એક નિવેદનમાં જણાવતા કહ્યું છે કે, ક્વીન્સલેન્ડમાં ફૂટબોલ સૌથી સ્વાગત યોગ્ય અને સમાવેશી રમત છે, જે દરેક સંસ્કૃતિઓ અને ધર્મોનું હમેંશા સન્માન કરે છે અને કરતું આવ્યું છે.
અંતે આ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિક એવાં તુલસીની કંઠી કે જે વૈષ્ણવ સમુદાય માટે અભિન્ન અંગ છે તેની પૂરી તપાસ કરતાં ક્લબે તેને સન્માનની સાથે તેમણે રમતમાં પાછો સામેલ કર્યો છે. ધર્મને કાજે રમતનું બલીદાન આપી દેનાર વીરોને કરોડો કરોડો વંદન છે. સવાલ માત્ર કંઠીનો નથી પરંતુ ધર્મના મૂળમાં જે આસ્થા, વિશ્વાસ છે જે સત્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.