22 માર્ચે એક પરિવારમાં લગ્ન થવાના હતા પરંતુ એ જ દિવસે જનતા કરફ્યુ ને કારણે લગ્ન ન થયા.આગલા દિવસે લગ્ન થયા પરંતુ દુલ્હન ની વિદાય પહેલા ૨૪ માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ વ્યાપી lockdown ની જાહેરાત કરી દીધી. હવે ત્યાં પરિસ્થિતિ એવી છે કે નવ દિવસથી આખી જાન દુલ્હનના ઘરે જ રોકાયેલી છે. અને તેમની તમામ સેવા ચાકરી છોકરી વાળાઓએ કરવી પડી રહી છે.
ઝારખંડના રામગઢમાં lockdown દરમિયાન કોઇ રીતે લગ્ન તો થઈ ગયા પરંતુ લગ્નના નવ દિવસ બાદ પણ દુલ્હન ની વિદાય ન થઈ શકે. વરરાજો બંગાળથી આવ્યો હતો તેની સાથે લગભગ ૭૫ મહિલાઓ બાળકો તેમજ પુરૂષો સામેલ છે. Lockdown ના કારણે તેઓ પાછા ઘરે નથી ફરી શક્યા.
તમામ લોકો છેલ્લા નવ દિવસથી ગામ પંચાયતના સચિવાલયમાં રોકવામાં આવ્યા છે.ક્યાં તમામને ટેન્ટ લગાવી સવારનો નાસ્તો બપોરે તેમ જ રાતનું જમવાનું છોકરી પક્ષ તરફથી આપવામાં આવી રહ્યું છે.
હકીકતમાં ccl અરગડ્ડા – પાટણના રહેનાર સ્વર્ગસ્થ રાજ કપૂર જગલ્લાની દીકરી મોનિકાના લગ્ન 22 માર્ચે બંગાળના નીચુંપોળમાં રહેતાં સુદીપ ના પુત્ર રાકેશ દીપ સાથે કરવાના નક્કી થયા હતા.
તે જ દિવસે કોરોનાવાયરસ ને લઈને દેશભરમાં જનતા કરફ્યુ લાગી જવાના કારણે લગ્ન ન થઈ શક્યા હતા. 23 માર્ચની રાત્રે લગ્ન થયા.24 માર્ચે છોકરીની વિદાય ન થઈ અને તે જ રાતે કોરોનાને લઇ પ્રધાનમંત્રીએ આખા દેશમાં lockdown કરવાની જાહેરાત કરી દીધી.