જન્માષ્ટમીના રોજ લોકોને મંદિરમાં પ્રવેશ પણ નહી મળે- ભક્તોનો સવાલ મોટી રેલીઓ કાઢવામાં કોરોના ન નડ્યો?

આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. રાજ્યમાં હવે તહેવારો શરૂ થઈ ગયા છે. આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ…

આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. રાજ્યમાં હવે તહેવારો શરૂ થઈ ગયા છે. આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.

જોકે, આ દરમિયાન મંદિર નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે, પણ દ્વારકાધીશના જન્મોત્સવમાં પૂજારી પરિવાર સિવાય અહીં કોઇ ભાગ લઇ નહીં શકે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.

તા. 12મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે અને આજ દિવસે પણ લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમુ જગતમંદિર બંધ રહેશે અને આવું ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. જો કે ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના હશે કે ભગવાન રાજાધીરાજ દ્વારકાધીશના જન્મોત્સવમાં ફક્ત પુજારી પરિવાર સિવાય કોઇ નહી હોય. દ્વારકા મંદિરના પુજારીએ જણાવ્યું કે, કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાને અમે બીરદાવીએ છીએ.

તેવી જ રીતે ડાકોર રણછોડજીનું મંદિર જન્માષ્ટમીએ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ડાકોર રણછોડજીનું મંદિરમાં જન્માષ્ટમીએ બંધ બારણે ઉજવણી કરાશે. કોરોનાને લઈને ભક્તોને પ્રવેશ નહીં મળે. જોકે આ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ઓનલાઈન દર્શન કરી શકશે.

કલેક્ટરે જાહેરનામામાં જણાવ્યું છે કે, જન્માષ્ટમી પ્રસંગે દ્વારકામાં લગભગ દોઢ લાખ લોકો ભેગા થતા હોય છે. ચાલુ વર્ષે કોરોનાને કારણે જો આટલી મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ ભેગા થાય તો રોગ વધુ ફેલાય આથી આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે નવનિયુક્ત ભાજપ પ્રમુખને આવકારવા મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યો પોતાના સમર્થકો સાથે ઉમટ્યા હતા અને સરેઆમ સોશિયલ ડીસ્ટન્સીન્ગ નો ભંગ કર્યો હતો. જગન્ન્નાથ રથયાત્રાને જે ગુજરાત સરકારે મંજુરી આપવાના બહાને ઉલ્લુ બનાવ્યા હતા અને પછી પોતાના નેતાના સ્વાગત માટે ભવ્ય રેલી અને ભીડ ભેગી કરતી સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *