સુરત(Surat): શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરા(Pandesara)ના ઐયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંક(ICICI Bank) અને પિયુષ પોઇન્ટ નજીક એક્સીસ બેંક(Axis Bank)ના એટીએમને તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા પાંડેસરા પોલીસ(Pandesara Police) દોડતી થઇ ગઇ છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
શિયાળા ની ઠંડી શરૂ થતાં તસ્કરો શહેરમાં હાથ ફેરો કરતા હોય તેવા કિસ્સો સતત સામે આવી રહ્યા છે. ત્યાં સુરત શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરા વિસ્તારના જ્વેલર્સ અને કરિયાણાના હોલસેલની દુકાનને નિશાન બનાવ્યા હતા બાદ ગત રાત્રે બેંકના એટીએમ સેન્ટરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. આમ આ કિસ્સો બનતા જ પાંડેસરા પોલીસ કામે લાગી હતી.
ઘટનામાં પાંડેસરા મેઇન રોડ બાટલી બોય કંપનીની સામે ઐયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા રાત્રે અંદાજે 3.21 કલાકે આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમનું એસ.એન.જી લોક તોડી કેટલાક ઈસમો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોક તોડવામાં સફળતા નહીં મળતા પાંડેસરાના પિયુષ પોઇન્ટ ચાર રસ્તા સ્થિત એક્સીસ બેંકના એટીએમને નિશાન બનાવ્યું હતું.આમ એક નહિ પણ બે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં એટીએમમાં પ્રવેશ્તાની સાથે સીસીટીવી કેમેરા તોડી મશીનને નુકશાન પહોંચાડયું હતું.
પરંતુ આ ચોરને ત્યાં પણ સફળતા મળી ન હતી. અને આ ચોરી પ્રયાસ ની ઘટના અંગે એટીએમ મેઇન્ટેન્સ કોન્ટ્રાક્ટના કર્મચારી પાંડેસરા પોલીસમાં આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં તોડફોડથી 10 હજાર અને એક્સીસ બેંકના એટીએમમાં તોડફોડથી 2 હજારના નુકશાન અને ચોરીના પ્રયાસની ફરીયાદ નોંધાવી હતી.જેના આધારે પાંડેસરા પોલીસે તાત્કાલિક આ ATM તોડવાનો પ્રયાસ કરનાર ત્રણ ઇસમોને ઝડપી પડવામાં આવ્યા છે અને જેલ હવાલે કર્યા નવાઈની વાત એ છે કે આ તસ્કરો છેલ્લા ઘણા સમયથી ચોરી કરવા માટે ફરી રહ્યા હતા પણ કોઈ મોકો મળતો નહતો આખરે ATM ચોરી કરવા ગયા ત્યાં પણ કાંઈ હાથ ન લાગતા ખાલી હાથે પરત ફર્યા હતા પણ પોલીસે આ ગુનામાં ઝડપી પડવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.