હવામાન વિભાગની આગાહીથી ગુજરાતભરમાં મચ્યો હાહાકાર- અગામી 4 દિવસ ગુજરાતમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

Rain Forecast in Gujarat: ગુજરાતમાં ચોમાસાએ પોતાની જોરદાર જમાવટ કરી છે. ચોમાસાના આગમનની સાથે જ મોન્સૂ ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બને સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આવનાર 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની(Rain Forecast in Gujarat) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવનાર 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં ભારથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનાર 4 દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

2 રેડ તો 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં વધુ વરસાદની શક્યતાને પગલે તે બંને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇને આ ત્રણેય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમની સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું હોવાથી વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવું જણાવ્મા આવ્યું છે. આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ થવાની સંભાવના છે. વરસાદની આગાહીને લઈ માછીમારોને આવનાર 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવસારીમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *