Heat forecast in Gujarat: ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી (Heat forecast in Gujara) અઢી ડિગ્રી સુધી ઉપર પોહચી હતી. તારીખ 10 થી 12 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા હોવાનું હવામાન વિભાગે દ્રારા બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદનું તાપમાન 38.01 ડિગ્રી
રાજ્યમાં આવનાર પાંચ દિવસ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જેમા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસકમ્ફોર્ટ કન્ડિશન રહેશે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે તાપમાનનો પારો ઉચકાવાની શક્યતા નથી. શનિવારે રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન સાથે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.01 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.08 ડિગ્રી જેટલું નોધ્યું છે. અમરેલીમાં 38.08,સુરત 37.04, દીવમાં મહત્તમ તાપમાન 40.04 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોધાયું હતું. જ્યારે ઓખામાં 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ગુજરાતમાં માવઠાની શક્યતા
રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં 19 ડિગ્રી અને નલિયાનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી જેટલું નોંધાયું છે. રાજકોટમાં 39, વડોદરા 37.04 તથા સુરતમાં 37.04 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. જ્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી પણ વ્યક્ત કરી છે. ગુજરાતમાં તારીખ 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સામાન્ય કરતા તાપમાન નીચુ
પશ્ચિમી વિક્ષોપની નકારાત્મક અસરોને કારણે એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. ઉપરાંત ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દ્રારા વ્યક્ત કરવામાં આવી છે. આ સપ્તાહમાં ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં પણ કમોસમી હળવો વરસાદ પડવાની શક્યતા નકારી શકાતી નથી. જેના કારણે એપ્રિલ મહિનામાં લોકોને અકળાવનારી ગરમીમાંથી મુક્તિ મળશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતા દિવસનું તાપમાન નીચું જોવા મળી શકે છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ પણ થઇ શકે છે.
હીટવેવથી બચવા શું કરવું
હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધોએ તડકામાં બને ત્યા સુધી વધુ ન રહેવું. બહાર જઇએ ત્યારે ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ જોઇએ. અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીતા રહેવું જોઇએ. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઇએ. શક્ય હોય તો લીંબુ-શરબત પીવું જોઇએ. ગરમીમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું જોઇએ. લીંબુ-શરબત, મોળી છાશ, નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. લગ્ન પ્રસંગમાં દૂધ-માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફીના સેવનથી લૂ લાગવાની શક્યતા ખુબ વધે
શકે છે. તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App