10 હજાર માટે વર્ષો જૂની મિત્રતાનો આવ્યો ખૌફનાક અંત- મિત્રએ જ મિત્રને આપ્યું દર્દનાક મોત

રાજધાની દિલ્હીમાં(Delhi) એક એવી અપરાધની ઘટના સામે આવી છે, જેણે મિત્રતા(Friendship) શબ્દને જ કલંકિત કરી દીધો છે. મળેલી માહિતી અનુસાર, અહીંના શાહદરા વિસ્તારમાં(Shahdara area) માત્ર…

રાજધાની દિલ્હીમાં(Delhi) એક એવી અપરાધની ઘટના સામે આવી છે, જેણે મિત્રતા(Friendship) શબ્દને જ કલંકિત કરી દીધો છે. મળેલી માહિતી અનુસાર, અહીંના શાહદરા વિસ્તારમાં(Shahdara area) માત્ર 10 હજાર રૂપિયા માટે મિત્રએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખી.

વાસ્તવમાં, 14 માર્ચે પોલીસને સમાચાર મળ્યા હતા કે, અલ કુરેશી મસ્જિદ પાસે સદર બજારમાં બીજા માળે એક વ્યક્તિની લાશ લોહીથી લથપથ પડી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહ પર કબજો કરી તપાસ શરૂ કરી હતી. લાશની ઓળખ રોહન તરીકે થઈ છે. મળેલી માહિતી અનુસાર, રોહન બિહારના કિશનગંજનો રહેવાસી હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તે દિલ્હીમાં મોમો વેચતો હતો.

SHO સદર બજારના કન્હૈયા લાલ યાદવે જણાવ્યું કે આ અંધ હત્યાનો મામલો છે. જેને દિલ્હી પોલીસે ઉકેલવો પડશે. તેથી દિલ્હી પોલીસે વિસ્તારના 26 સીસીટીવી ફૂટેજની તપાસ કરી. પોલીસે વિસ્તારના લોકોની પૂછપરછ કરી અને ફૂટેજના આધારે રોહનના મિત્ર નૂર મોહમ્મદની ધરપકડ કરી.

પોલીસની પૂછપરછ દરમિયાન નૂર મોહમ્મદે ખુલાસો કર્યો કે, તે બંને મિત્રો રૂમમાં બેઠા હતા, જ્યારે રોહન તેની માતા સાથે 10 હજાર રૂપિયા ઘરે મોકલવાની વાત કરી રહ્યો હતો. જ્યારે તેણે રોહન સાથે 10 હજાર રૂપિયાની વાત સાંભળી ત્યારે તેને લાલચ લાગી હતી, જેના કારણે તેણે રોહનનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આટલું જ નહીં, તેણે રોહનને છરી વડે અનેક વાર કર્યા અને 10,000 રૂપિયા લઈને ભાગી ગયો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસને આરોપીના લોહીથી રંગાયેલા કપડાં પણ મળ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *