Sushilaben Seth Passed Away: ગુજરાત(Gujarat)ના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું 95 વર્ષની વયે દુઃખદ નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુશીલાબેન શેઠ(Sushilaben Seth)ના નિધનને કારણે રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે, છેલ્લા 20-25 દિવસથી સુશીલાબેન શેઠની એશિયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
મહત્વનું છે કે, કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ અને જી.ટી. શેઠ હોસ્પિટલના પ્રણેલા અને પૂર્વ શિક્ષણમંત્રી સુશિલાબેન શેઠ (ઉ.વ.95)ની સ્થિતિ ખૂબ જ ક્રિટીકલ હોવાને કારણે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુશીલાબેન શેઠની રાજકોટની એશિયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુશીલાબેનનું 95 વર્ષની વયે અવસાન થતા રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.