Former ias sk langa arrested in gandhinagar: ગાંધીનગરના પૂર્વ IAS એસ કે લાંગાની ધરપકડ(Former ias sk langa arrested in gandhinagar) કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, જમીન ખોટી રીતે આપી દેવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જમીન કૌંભાડ સમય ગાંધીનગરના કલેક્ટર એસ.કે.લાંગા હતા. ગાંધીનગર પોલીસે તેમની ધરપકડ કરી છે તેમજ આજે મોડી સાંજે SITની કચેરીમાં એસ.કે.લાંગાને લવાશે.
એસ.કે. લાંગા માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળી હતી. ત્યારે ગાંધીનગર પોલીસે ઓપરેશન સ્ટાર્ટ કર્યું હતું અને આબુમાંથી જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા આ કેસમાં એસ.કે. લાંગા વોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
આજે ગાંધીનગર પોલીસ દ્વારા લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. મોડી સાંજે તેને SIT ની ઓફીસ ખાતે હાજર કરવામાં આવે તેવી શક્યતા છે. ભ્રષ્ટાચાર કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ થયા બાદ લાંબા સમયથી તેની સામે તપાસ ચાલી રહી હતી. પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને તેમણે ગાંધીનગર અને અગાઉ જ્યાં જ્યાં પણ તેઓના પોસ્ટિંગ રહ્યા ત્યાં તેઓએ અનેક ભ્રષ્ટાચાર આદર્યા હતા.
લાંગાના નામે ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવવાનું આ ઉપરાંત ખેતીમાંથી બિનખેતી કરવાનું કૌભાંડ આચરવાના પણ અનેક આક્ષેપો થઇ ચુક્યા છે. આ ઉપરાંત માતરમાં થયેલા સૌથી મોટા જમીન કૌભાંડમાં પણ તેનું નામ ખુલ્યું હતું. આ કાંડમાં એક મંત્રીનું પત્તુ પણ કપાઇ ગયું હતું. કારનામાની જાણ છેક દિલ્હી સુધી પહોંચતા આખરે તંત્રએ ભારે હૈયે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જો કે આમાં સાચી રીતે તપાસ થાય તો અનેક રાજકીય હસ્તીઓ અને નાના અધિકારીઓનાં નામ ખુલે તેવી શક્યતા છે.
આવતીકાલે તેમને કોર્ટમાં વિધિવત્ રીતે હાજર કરી રિમાન્ડની માગણી કરવામાં આવે તેવી શક્યતા છે. એસ.કે. લાંગાની ધરપકડથી મહેસૂલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્યારે આ મામલે વધુ અધિકારીઓના નામ ખૂલે અને તેમની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
જાણો કોણ છે એસ.કે.લાંગા?
ગુજરાત સરકારમાં આઈએએસ કક્ષાના ઉચ્ચ પદ પર રહી ચુક્યા છે એસ.કે.લાંગા. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે ત્રણ વર્ષ પૂર્વે નિવૃત થતાં અગાઉ પણ લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ આચર્યું હતું. ગાંધીનગરમાં કલેક્ટર હતા તે સમયે પણ ઘણાં મામલા સામે આવ્યાં હતાં. એસ. કે. લાંગા 6 જિલ્લામાં RAC, DDO અને કલેક્ટર પદે રાજયોગ ભોગવી ચૂક્યાં છે. ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube