આજના છેતરપીંડીના(Fraud) જમાનામાં ઈમાનદારી વાળા(Honesty) માણસો ખુબ જ ઓછા જોવા મળે છે. ત્યારે રાઈસેનના(Raisen) મજૂર પરિવારની 13 વર્ષની દીકરીએ ઈમાનદારીનો દાખલો બેસાડ્યો છે. જાણવા મળ્યું છે કે, શાળાએથી પરત ફરતી વખતે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આશરે રૂ.7 લાખની(7 lakh) કિંમતની જ્વેલરી(Jewelry) ભરેલી બેગ મળી આવી હતી. તે વિદ્યાર્થીનીના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવા છતાં પણ પુત્રીનો વિશ્વાસ જરા પણ ડગમગ્યો નહીં.
ઉદયપુર પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રકાશ શર્માએ માહિતી આપી કે સિલારીના રહેવાસી મંગલ સિંહ અહિરવારની પુત્રી રીના શનિવારે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે ઈંઢોરા રોડ પર તેને એક થેલી મળી આવી હતી. થેલામાં સોનાના દાગીના હતા. તે બેગ લઈને ઘરે ગઈ હતી. ત્યારબાદ મોડી રાત્રે તેના પિતા ઘરે આવ્યા ત્યારે પુત્રીએ તેમને બેગ વિશે જણાવ્યું હતું. મળેલી માહિતી અનુસાર તે પુત્રીના પિતા મંગલ મજૂરીમાંથી રોજના 200 રૂપિયા કમાઈને પરિવારનું ભરણપોષણ કરે છે. આ પછી જ્યારે પુત્રીએ બેગ મળવાની જાણ કરી તો તેઓ બીજા જ દિવસે રીના સાથે ઉદયપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્રના ડૉ. એમએલ બડકુર પાસે પહોંચ્યા. ત્યારબાદ તેમણે આ વિશે પોલીસને જાણ કરી હતી.
આ પછી સોમવારે માહિતી મળ્યા બાદ જ્યારે પરિવાર બેગ લેવા આવ્યો ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. કાકરૂઆના રહેવાસી યશપાલ પરમારે જણાવ્યું હતું કે, તેમની દીકરી રંજના લગ્નમાં હાજરી આપવા આવી હતી. શનિવારે, તેઓ તેણીને બાઇક પર તેના સાસરે ઉદયપુર મુકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પુત્રી પાસે 14 તોલા સોના સહિત લગભગ 7 લાખ રૂપિયાનો સામાન હતો. આ થેલી કાકરુઆ અને ઉદયપુરા વચ્ચે પડી ગઈ હતી. ત્યારબાદ યશપાલ પરમારે પણ બેગ શોધવાનો ખુબ જ પ્રયાસ કર્યો હતો, પરંતુ થેલી મળી નહોતી.
એવું પણ જાણવા મળ્યું છે કે, સોશિયલ મીડિયા પર બેગ પરત કરવા બદલ ઈનામની જાહેરાત કરી હતી. આ બેગ ન મળતાં તેની માહિતી ઉદયપુર પોલીસ સ્ટેશનમાં પણ આપવામાં આવી હતી. સોમવારે જ્યારે તેને ઘરેણાં ભરેલી બેગ મળવાની માહિતી મળી તો તે ખુબ જ ખુશ થઈ ગઈ હતી. આ રીતે એક નાનકડી દીકરીએ ખુબ જ ઈમાનદારી પૂર્વકનું કાર્ય કર્યું છે. જે ખરેખર પ્રેરણાદાયી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.