કોરોના(Corona)નો કહેર છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે અને તે ભવિષ્યમાં ક્યારે સમાપ્ત થશે તેનો જવાબ કોઈની પાસે નથી, પરંતુ તેના નવા પ્રકારોનું આગમન વધુ ઝડપી બન્યું છે. જયારે ફ્રાન્સના વૈજ્ઞાનિકો(Scientists from France)એ દાવો કર્યો છે કે ઓમિક્રોન(Omicron) પછી અન્ય એક નવું વેરિઅન્ટ સામે આવ્યું છે, જે કોરોનાના મૂળ વાયરસ કરતાં પણ વધુ સંક્રમિત છે. ચિંતાની વાત એ છે કે આ વેરિઅન્ટમાં 46 મ્યુટેશન છે એટલે કે તે તેનું સ્વરૂપ 46 રીતે બદલી શકે છે. તેથી વર્તમાન રસી પણ આ વાયરસની નિષ્ફળતા સાબિત થશે.
આ વાયરસથી સંક્રમિત 12 લોકોની ઓળખ કરવામાં આવી છે, જેઓ ફ્રાંસના માર્સેલીના છે. એવું માનવામાં આવે છે કે આ સંક્રમિત લોકો આફ્રિકન દેશ કેમરૂનની આવ્યા છે. તેથી આ પ્રકારનું મૂળ મોરોક્કોમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઓમિક્રોન કરતાં ઓછો સંક્રમિત:
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે નવું વેરિઅન્ટ ઓમિક્રોન કરતાં વધુ ચેપી નથી. ફ્રાન્સમાં નોંધાયેલા કોરોના સંક્રમણના તમામ કેસોમાંથી 60 ટકા કેસ ઓમિક્રોન વેરિઅન્ટના છે. 10 ડિસેમ્બરે ફ્રાન્સના IHU મેડિટેરેનીના વૈજ્ઞાનિકોએ કોરોનાના આ નવા પ્રકારની શોધ કરી છે. જો કે, ત્યાર બાદ તેના વધારે કેસ સામે આવ્યા નથી. અત્યાર સુધીમાં માત્ર 12 કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટની અન્ય કોઈ દેશમાં ઓળખવામાં આવ્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ હજુ પણ આ મામલે માહિતી એકત્રિત કરવાની રહેશે.
તેના જીનોમને ઓળખવાનું બાકી છે:
પ્રોફેસર ફિલિપ કોલ્સન, જે વૈજ્ઞાનિકે આ વેરિઅન્ટની શોધ કરી છે, તેમણે કહ્યું કે વાસ્તવમાં માર્સેલીમાં નવા પ્રકારથી ઘણા વધુ લોકો સંક્રમિત હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે આ વેરિઅન્ટનું નામ IHU રાખ્યું છે. તેનો નવો જીનોમ હજુ ઓળખાયો નથી. વૈજ્ઞાનિક રીતે આ પ્રકારને B.1.640.2 નામ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.