હોસ્પિટલ ખોલવાના બહાને મહિલા ડોક્ટરને પ્રેમજાળમાં ફસાવી પડાવી લીધા 1.80 કરોડ રૂપિયા

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ડિંડોરી(Dindori)માં હોસ્પિટલ(Hospital) ખોલવાના બહાને જબલપુર(Jabalpur)ના એક દુષ્ટ યુવકે પહેલા છિંદવાડા(Chhindwada)ની એક મહિલા ડોક્ટરને પ્રેમજાળમાં ફસાવી, ત્યાર પછી તેની સાથે દુષ્કર્મ કરતો વીડિયો બનાવ્યો હતો. યુવકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા ડોક્ટર પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે આરોપીએ મહિલા ડોક્ટર(Doctor) પાસે વધુ પૈસાની માંગણી શરૂ કરી તો કંટાળીને સિટી કોતવાલીમાં આ અંગે ફરિયાદ કરી દીધી હતી.

મળતી માહિતી મુજબ, આરોપી મનીષ શ્રીવાસ્તવ જબલપુરનો રહેવાસી છે. તેણે ડિંડોરીમાં હોસ્પિટલ ખોલવાના બહાને છિંદવાડામાં રહેતી મહિલા ડોક્ટર સાથે મિત્રતા કરી હતી. આરોપી દ્વારા તબીબને પ્રેમજાળમાં ફસાવી તેનું શોષણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તેણે શોષણ કરી રહ્યાનો વીડિયો બનાવીને ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલાએ વધુ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપી મનીષે ભોપાલ સ્થિત મિત્ર કુલભૂષણને IBનો નકલી અધિકારી બનાવ્યો અને તેને ધમકી આપીને પૈસા પડાવી લીધા.

પતિને વીડિયો અને ફોટા મોકલીને ધમકી આપવામાં આવી હતી:
મળતી માહિતી અનુસાર આરોપીએ મહિલા ડોક્ટરના પતિને વીડિયો અને ફોટા મોકલવાની ધમકી આપીને કુલ 1 કરોડ 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર પછી પણ બંને યુવકો ડોક્ટર પાસે પૈસાની માંગણી કરતા રહ્યા. અંતે મહિલાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપી મનીષ અને કુલભૂષણ વિરુદ્ધ કલમ 376, 386, 429, 506 હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી 3 દિવસની રિમાન્ડ મળી છે.

રિમાન્ડ પર લઈને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પુછપરછ: 
છિંદવાડાના સીએસપી મોતીલાલ કુશવાહાએ કહ્યું છે કે, આરોપીઓ દ્વારા બીજા પણ કોની સાથે બ્લેકમેલ કરવામાં આવ્યું છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *