હાલમાં સાંસદની મદદ માટે 24*7 એક હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે કે, જેમાં લોકો વડાપ્રધાન મોદીની સાથે વાત કરવા ઈચ્છે છે તેમજ તેમનો નંબર માંગે છે. જો તમે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંપર્ક કરવા ઈચ્છો છો તો અમે આજે તમને 5 વિકલ્પ આપીશું કે, જેનાથી તમે તેમની સાથે સંપર્ક કરી શકશો.
સોશ્યલ એકાઉન્ટથી કરી શકો છો સંપર્ક:
જો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તમારી વાત પહોંચાડવા માંગતા હો તો સોશિયલ મીડિયા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેરિફાઈડ એકાઉન્ટની મદદથી તમારી વાતને તેમની સમક્ષ રજૂ કરી શકો છો. આ છે PM નરેન્દ્ર મોદીના સોશિયલ એકાઉન્ટ્સ જેને તમે નોંધીને રાખી શકો છો.
www.facebook.com/narendramodi
twitter.com/narendramodi
https://www.youtube.com/user/narendramodi
https://www.instagram.com/narendramodi
આની સાથે-સાથે જ આ એપ્લીકેશન પર ‘https://www.mygov.in/home/61/discuss/’ પણ તમે મેસેજ મોકલી શકો છો. અહીં પણ તમે તમારી ફરિયાદ, અભિનંદન, શુભકામના અથવા તો સૂચનો મોકલી શકો છો. અહીં તમે ડિબેટમાં પણ ભાગ લઈ શકો છો. આની સિવાય તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે નમો એપની મદદથી પણ જોડાઈ શકો છો.
તમે ઈમેલ પણ કરી શકો છો:
આની સિવાય તમે ઈ-મેલની મદદથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચી શકો છો. આની માટે પ્રધાનમંત્રી કાર્યાલયને તમે connect@mygov.nic.in મેલ કરી શકો છો અથવા તો તમે narendramodi1234@gmail.com પર પણ તમારો મેલ તમારી વાત સાથે મોકલી શકો છો.
આની સિવાય તમે આ એડ્રેસ પર લખી શકો છો પત્ર:
જો તમે ઉપરની કોઈપણ ઓનલાઈન પ્રોસેસમાં પડવા ન ઈચ્છતા હો તો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંપર્ક કરવા માટે તમારા વિચારોને પત્રમાં લખી શકો છો. ત્યારબાદ આ પત્રને તમે વેબ ઈન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ્સ, નવી દિલ્હી, પિન કોડ 110011 પર મોકલી શકો છો.
જો તમે પીએમ મોદીની સાથે ફોન અથવા તો ફેક્સની મદદથી જોડાવવા ઇચ્છતા હો તો તમે 011-23015603, 11-23018939, 011-23018668 નંબર પર ફોન કરી શકો છો અથવા તો તમે +91-11-23019545 કે 23016857 પર ફેક્સ પણ કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.