હવેથી હોટેલ-રેસ્ટોરન્ટમાં નહી વસુલી શકાય સર્વિસ ચાર્જ- જો તમારી પાસેથી લે તો કરજો આ કામ

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ સોમવારે એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે હોટેલ-રેસ્ટોરન્ટ તેમના ગ્રાહકો પાસેથી ફૂડ બિલમાં સર્વિસ ચાર્જ(Service charge)ના નામે પૈસા વસૂલી શકે…

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ સોમવારે એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે હોટેલ-રેસ્ટોરન્ટ તેમના ગ્રાહકો પાસેથી ફૂડ બિલમાં સર્વિસ ચાર્જ(Service charge)ના નામે પૈસા વસૂલી શકે નહીં. હા, જો ગ્રાહક ઈચ્છે તો સર્વિસ ચાર્જ પોતે ચૂકવી શકે છે.

જો કે આ નિર્ણય ગ્રાહકોના હિતમાં છે અને તેનાથી હોટલ-રેસ્ટોરન્ટમાં ખાવાનું પણ સસ્તું થશે, પરંતુ જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ ઓર્ડર હોવા છતાં તમારી પાસેથી સર્વિસ ચાર્જ વસૂલે તો શું કરવું જોઈએ. આ શંકા અને ગ્રાહકોની સલામતી માટે ઓથોરિટીએ ઘણા વિકલ્પો તૈયાર કર્યા છે. અમે જણાવી રહ્યા છીએ કે જો હોટલ કે રેસ્ટોરન્ટ હજુ પણ તમારી પાસેથી બળજબરીથી ચાર્જ વસૂલે છે તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી.

1- જો તમારે રેસ્ટોરન્ટ અથવા હોટેલે સર્વિસ ચાર્જ ઉમેરીને બિલ બનાવ્યું છે, તો સૌથી પહેલા તમે મેનેજરને તે ચાર્જ દૂર કરવા વિનંતી કરશો. તેમને યાદ કરાવો કે આવા ચાર્જ તમારી સંમતિ વિના વસુલ કરી શકાતા નથી.

2- જો રેસ્ટોરન્ટ અથવા હોટેલ તમારી વિનંતી સ્વીકારતી નથી અને સર્વિસ ચાર્જ વસૂલવા પર અડગ છે, તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) ને ફરિયાદ કરી શકો છો. તે પ્રારંભિક તબક્કે જ વિવાદને ઉકેલવામાં મદદ કરે છે. ઉપભોક્તા હેલ્પલાઈન નંબર 1915 પર કોલ કરીને અથવા NCHની એપ દ્વારા તેમની ફરિયાદ નોંધી શકે છે.

3- આ સિવાય તમે કન્ઝ્યુમર કમિશનને પણ ફરિયાદ કરી શકો છો અથવા ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકાય છે. આ માટે તમારે http://www.edaakhil.nic.in ની મુલાકાત લેવાની રહેશે.

4- ગ્રાહકને તેની ફરિયાદ જિલ્લાની કલેક્ટર કચેરીમાં નોંધવાનો પણ અધિકાર હશે, જે તપાસ કરશે અને તેનો રિપોર્ટ CCPAને મોકલશે. જો તમે ઇચ્છો, તો તમે તમારી ફરિયાદ સીધી સીસીપીએમાં નોંધાવી શકો છો. આ માટે તમારે com-ccpa@nic.in પર ઈ-મેલ કરવાનો રહેશે.

જાણો શું કહે છે કાયદો?
CCPA એ ઉપભોક્તાઓના હિત માટે ગ્રાહક સુરક્ષા કાયદાની કલમ 18(2)(I) હેઠળ માર્ગદર્શિકા બહાર પાડી છે. તે જણાવે છે કે મેનૂમાં આપવામાં આવેલા દરો ઉપરાંત, જો કોઈ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ઉપભોક્તા પાસેથી યોગ્ય ટેક્સ સિવાય અન્ય કોઈ ફી વસૂલ કરે છે, તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ગ્રાહકના હિતની વિરુદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *