જનતાનું ભલું છોડી પોતાનો વિકાસ કરતા અધિકારીઓ સામે ACBની લાલ આંખ-સુરતમાંથી 50,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો PSI

ACB PSI Trap In Surat Latest News: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. શુક્રવારે ACB ની ટીમે છટકુ ગોઠવીને PSI(ACB PSI Trap In Surat Latest News) ને પકડી પડ્યો હતો.અને તે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. છેતરપિંડીના કેસની તપાસમાં PSI એ ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા રૂ.50,000ની લાંચ માંગી હતી.

સુરતમાં આજે ફરી એકવાર ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, સુરતમાં એક PSI રૂ.50,000ની લાંચ લેતા પકડાયો છે. પ્રાથમિક વિગતો અનુસાર PSIએ છેતરપિંડીના કેસની તપાસમાં ફરિયાદી પાસે 50,000ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBની ટીમે સુરતના આ લાંચિયા PSIને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડી પડ્યો હતો.

સુરતના માંગરોળના પાલોદ આઉટ પોસ્ટ PSI તરીકે ફરજ બજાવતા જે.કે.મૂળિયાની દિવાળી બગડી છે. વિગતો અનુસાર છેતરપિંડીના એક કેસની તપાસમાં PSI જે.કે.મૂળિયાએ ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા રૂ.50,000ની લાંચ માંગી રહ્યો હતો. આ તરફ ફરિયાદી એક જાગૃત નાગરિક તરીકે લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBને સમગ્ર મામલે જાણ પણ કરી દેવામાં આવી હતી. ત્યારપછી ACBની ટીમે PSI જે.કે.મૂળિયાને રૂ.50,000ની લાંચ લેતા પકડી પાડ્યો છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *