Agriculture News: ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલું છે.જેનો લાભ ગુજરાતના દરેક ખેડૂત(Agriculture News) લઇ શકે છે.જેમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને આગામી તા. 18મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે.
સાત દિવસમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
આ પોર્ટલ વડે વિવિધ ખેતીવાડીની યોજનાઓ માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ જાહેર કરેલી છે. આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. જેવી કે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની વિવિધ યોજનાઓ તેમજ બાગાયતી ખેતી માટેની યોજના ચલાવવામાં આવી રહી છે.યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેતીવાડી ની યોજનાઓ માટેની યોગ્યતા/માપદંડ
ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીવાડી ની યોજનાઓ માં લાભ લેવા માંગતા ખેડૂત મિત્રો માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે ખેડૂત મિત્રો ખેતીવાડીની યોજનાઓ નો લાભ લેવાય ઈચ્છતા હોય તેમને નીચે મુજબની પાત્રતા ના ઠરાવ માંથી પસાર થવાનું રહેશે જે નીચે દર્શાવ્યા મુજબ છે.
ખેડૂત મિત્ર ગુજરાત રાજ્ય નો નાગરિક હોવો જરૂરી છે
આ યોજનાનો લાભ મહિલા, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, જનરલ કેટેગરી, સિમાંત વર્ગોમાં આવતા ખેડૂત મિત્રોને લાભ મળવા પાત્ર છે.
યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂત મિત્ર ખેતીલાયક જમીનની માલિકી ધરાવતો હોવો જોઈએ .
અલગ અલગ યોજના ની વિગતવાર પાત્રતા માટે અધિકૃત વેબસાઈટ આઇ ખેડૂત પોર્ટલ પર ચકાસવાની રહેશે.
ગુજરાત રાજ્ય ના જે ખેડૂત મિત્ર કૃષિ વિભાગની યોજના નો લાભ લેવા ઈચ્છતા હોય તેવા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા iKhedut Portal આઇ ખેડુત પોર્ટલ વેબસાઈટ બનાવવામાં આવી છે, જેની મદદથી જે ખેડૂત મિત્ર જે તે યોજના માટે અરજી કરવા માંગતા હોય તે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂત મિત્ર પાસે નીચે મુજબના દસ્તાવેજો અથવા પુરાવા હોવા જરૂરી છે.
જમીનની 7-12 ની નકલ
ખેડૂત મિત્ર જે તે આરક્ષણના વર્ગમાં આવતો હોય જેમ કે SC, ST તેનું પ્રમાણપત્ર
આધાર કાર્ડ ની કોપી
રેશનકાર્ડ ની કોપી
જો ખેડૂત મિત્ર વિકલાંગ હોય તો વિકલાંગતા નું પ્રમાણપત્ર
સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
સક્રિય મોબાઈલ નંબર
બેંક ખાતાની પાસબુક
ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા ઘર આંગણેથી જ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App