હોસ્પિટલમાં પહોંચવા માટે પાણીથી ભરેલા નાળાને પાર કરવામાં મુશ્કેલી અને ટ્રાન્સપોર્ટની સુવિધાના અભાવે આરોગ્ય કર્મીને જંગલમાં એક ઝાડ નીચે ગર્ભવતીની પ્રસુતિ કરાવવી પડી હતી. આ મામલો 13 ઓગસ્ટના રોજ ઇટપલ્લી તાલુકામાં પ્રકાશમાં આવ્યો હતો.
અહીં જણાવી દઈએ કે, એતાપલ્લી તહસીલના ગટ્ટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલા ઝારેવાડામાં રહેતી ભારતી સૂરજ ડોરપેટી નામની ગર્ભવતીનો પ્રસૂતિ સમય નજીક આવ્યો હતો. આશા વર્કર સવિતા આલમે ગટ્ટા હોસ્પિટલના આરોગ્ય કાર્યકર સોની દુર્ગાને આ માહિતી આપી હતી. પરિણામે આશા વર્કર અને આરોગ્ય કાર્યકર એમ્બ્યુલન્સ લઈને ઝારેવાડા જવા રવાના થયા હતા. વચ્ચે માર્ગમાં નીલંગુડા નાળા ઉપર પાણી વહી રહ્યું હતું.
ઝારેવાડા સુધી જવા માટે રસ્તો ન હોવાને કારણે આરોગ્ય કાર્યકર અને આશા વર્કર વન માર્ગે ઝારેવાડા પહોંચ્યા હતા. તે જ સમયે, સગર્ભા માતા ભારતીને ખાટલામાં બેસાડીને હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં, સગર્ભાના પ્રસૂતિની પીડામાં વધારો થવાને કારણે, આરોગ્ય કાર્યકરે જંગલમાં જ ગર્ભવતીને પ્રસુતિ કરાવાનું નક્કી કર્યું. જે પછી, સગર્ભાને જંગલમાં એક ઝાડની નીચે રાખવામાં આવી હતી. ગર્ભવતીએ એક બાળકીને જન્મ આપ્યો. જે બાદ માતા અને નવજાતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આરોગ્ય કાર્યકર અને આશા વર્કરના પ્રયત્નોને કારણે માતા અને નવજાત બંને સલામત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews