દેશમાં દુષ્કર્મની બર્બરતાપૂર્ણ ઘટનાને લઈ લોકોમાં ખુબ આક્રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં આવેલ સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં દુષ્કર્મના આરોપીને આગોતરા જામીન મળી જાય એની માટે હળવા પેપર્સ બનાવવાની ઓફર કરીને કુલ 2.50 લાખ રૂપિયાની માંગણી કરનાર ચોકબજાર પોલીસ મથકના SI ગઢવીની વિરુદ્ધ લાંચ-રૂશ્વત વિરોધી શાખામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છટકાની ગંધ આવી જતા લાંચ ન લીધી :
મળેલ જાણકારી પ્રમાણે ચોકબજાર પોલીસ મથકનાં વિસ્તારમાં બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસની કામગીરી SI ગઢવીને સોંપવામાં આવી હતી. ટેક્નિકલ ગુનો હોવાને લીધે પિતાને બચાવવા માટે દોડધામ કરી રહેલ દીકરાનો ગઢવીની સાથે મુલાકાત થઈ એટલે એણે પેપર્સ ઢીલા બનાવવાની વાત કરીને કુલ 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
જેનાં પૈકી કુલ 2 લાખ કામ પહેલા તેમજ કુલ 50,000 રૂપિયા આગોતરા જામીન મંજૂર થઈ જાય ત્યારે આપવાના નક્કી થયુ હતું. આ સંદર્ભે પુત્રએ લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. જેને આધારે ACBએ લાંચનું છટકું ગોઠવીને ગઢવીને પકડી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી પરંતુ ACB પહોંચી હોવાની ગંધ આવતાં ગઢવી રૂપિયા લીધા વગર ભાગી ગયો હતો.
ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી :
બનાવ સંદર્ભે ACBએ ગાંધીનગરમાં આવેલ વડી કચેરીની સાથે વાતચીત તથા માર્ગદર્શન મેળવ્યા પછી ગુનો દાખલ કરવાની મંજુરી માંગી હતી. જેમાં દસ્તાવેજી પુરાવા, સાયન્ટીફીક પુરાવા સાયન્ટીફી પુરાવાને ધ્યાનમાં રાખતા ગઢવીની વિરદ્ધ ગુનો દાખલ કરવાની મંજુરી આપી દેવામાં આવતા આજે સુરત ACBએ SI ગઢવીની વિરૂદ્ધ કુલ 2.50 લાખની લાંચ માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle