કલયુગી પતિએ પાંડવોની જેમ જુગારમાં પત્નીને મૂકી દાવ ઉપર. જાણો હારી જતા તેના મિત્રોએ…

જેવી રીતે મહાભારતમાં પાંચ પાંડવોએ દ્રોપદીને જુગારમાં હાર્યા હતા, તેવી જ એક ઘટના આ કળયુગમાં જોવા મળી છે. જેમાં એક જુગારીએ બધું જ હારી જતા…

જેવી રીતે મહાભારતમાં પાંચ પાંડવોએ દ્રોપદીને જુગારમાં હાર્યા હતા, તેવી જ એક ઘટના આ કળયુગમાં જોવા મળી છે. જેમાં એક જુગારીએ બધું જ હારી જતા પોતાની પત્નીને પણ નથી મુકતો. અને બધું હાર્યા બાદ પણ પોતાની પત્નીને પણ જુગારમાં દાવ પર મુકે છે અને હારી જાય છે.

એક પતિએ પોતાની પત્નીને જૂગારમાં દાવ પર લગાવી અને જેમની સાથે જૂગારમાં હાર્યો તેમની પાસે પોતાની પત્નીને દુષ્કર્મ માટે સોંપી દીધી હતી. આ મામલે જ્યારે પોલીસે કોઇ કાર્યવાહી ન કરી તો પીડિતા કોર્ટમાં ગઇ. હવે કોર્ટના આદેશ પર આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સનસનીખેજ મામલો ઉત્તર પ્રદેશના જોનપુરનો છે.

જોનપુર જિલ્લાના જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મામલો સામે આવ્યો છે જેમાં શરાબી પતિએ જુગારમાં રૂપિયા ખતમ થઇ ગયા બાદ પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી હતી. હારવા પર તેમના મિત્રોએ પત્ની પર સામુહિક બળાત્કાર કર્યો હતો.

બાદમાં એસજીએમ પંચમની કોર્ટે આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જાફરાબાદ વિસ્તારમાં રહેનારી મહિલાએ કોર્ટમાં પ્રાર્થનાપત્ર આપતા કહ્યું કે તેના લગ્ન શાહગંજમાં થયા હતા અને તેનો પતિ શરાબી અને જૂગારી છે. ઘરે રહેતા જ તેના મિત્ર અરૂણ અને સંબંધી અનિલ સવારે ઘરે આવે છે અને દારૂ અને જૂગાર રમતા રહે છે.

એક દિવસે રૂપિયા ખતમ થવા પર તેને પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી અને હારી ગયો. દાવ હાર્યા બાદ અરૂણ અને અનિલે સાથે મળીને તેની પત્ની પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ પત્ની પીયર જતી રહી હતી અને ત્યાં પતિએ ક્ષમા માગીને કહ્યું કે હવે તે આવી ભૂલ નહીં કરે.

ક્ષમા માગવા પર પતિની સાથે ગાડીમાં બેસીને સાસરે આવવાં માટે રવાના થયા હતા. વચ્ચે પતિએ ગાડી રોકીને અરૂણ અને અનિલને ફરી ગાડીમાં બેસાડી લીધાં અને પોતાની નજર સામે જ પત્ની પર બળાત્કાર કરાવ્યો હતો. મહિલાએ ઘટનાની ફરિયાદ જ્યારે પોલીસને કરી તો તેમણે કેસ દાખલ કરવાથી ઇનકાર કરી દીધો હતો. મહિલાની ફરિયાદ પર જ્યારે કેસ દાખલ ન થયો હતો છેવટે કોર્ટનો સહારો લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *