થોડા દિવસ પહેલાં રાજ્યમાં અંદાજે 50 જેટલા પક્ષીઓનાં મોત નિપજ્યા હતાં. એવું માનવામાં આવતું હતું કે, જેને લઈ હાલમાં એક ચોંકાવનાર ખુલાસો કરવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલ બાંટવા ગામના ખારા ડેમ નજીક રેવન્યુ વિસ્તારમાં ટીટોડી, બગલી, બતક, નકટો સહિત કુલ 53 જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા હોબાળો મચી ગયો હતો.
રાજ્યમાં આ ઘટનાને બર્ડ ફ્લૂના પગપેસારા તરીકે જોવામાં આવી રહી હતી. જો કે, મૃત પક્ષીઓના નિરીક્ષણ કર્યાં પછી આ પક્ષીઓ બર્ડ ફ્લૂને લીધે મોત ન થ્યબ હોવાની જાણકારી સામે આવી રહી છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પક્ષીઓ બર્ડ ફ્લૂને લીધે મૃત નથી પામ્યા.
હજુ સુધી રાજ્યમા એકપણ બર્ડ ફ્લૂનો કેસ નોંધવામાં આવ્યો નથી. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પક્ષીઓનાં મૃત્યુ ફૂડ પોઇઝનિંગને લીધે નીપજ્યા છે. દેશના બીજા રાજ્યમાં પણ બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે ત્યારે રાજ્યમાં આ મૃત્યુના કેસ બર્ડ ફ્લૂ નથી.
આ અંગે માણાવદર તાબાના બાંટવા પાસેના ખારા ડેમના રેવન્યુ વિસ્તારમાં પક્ષીઓના મૃતદેહ પડયા હોવાની વન વિભાગના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘટનાસ્થળ પરથી ટીટોડી કુલ 46, બગલી કુલ 3, નકટો કુલ 1, બતક કુલ 3 મળીને કુલ 53 પક્ષીઓના મૃતદેહ મળ્યા હતા.
કુલ 53 મૃત પક્ષીઓ પૈકી કુલ 4 પક્ષીઓનું પેનલ મોસ્ટમોર્ટમ માણાવદરમાં આવેલ પશુ લેબમાં કરવામાં આવ્યું હતું, જેનાં પૈકી 2 પક્ષીઓ- બતક તથા નકટોના મૃત શરીરોમાં ચયાપચનની પ્રક્રિયા દ્વારા ‘સેલ્સ’ ખતમ થઈ ગયા હોવાંથી મોત થયું હોવાંનું કારણ જાણી શકાયું નથી.
જ્યારે બીજા 2 પક્ષીઓ ટીંટોડી અને બતકના પેટ સફેદ અનાજથી ભરેલાં હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક તારણમાં મૃત પક્ષીઓમાં બર્ડફ્લૂ રોગ દેખાઈ આવ્યો નથી, એમ સોય ઝાટકીને વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle