ગણેશ જાડેજાના નજીકના મિત્રએ સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

Rajkot rape with model: રાજકોટની હોટલમાં મિત્ર સાથે રહેતી મૂળ અમરેલી પંથકની 16 વર્ષની મોડેલને કારમાં ગોંડલ ચોકડી પાસે લઇ જઇ રીબડાના અમિત ખૂંટ નામના શખ્સે દુષ્કર્મ આચર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિતની કલમો (Rajkot rape with model) હેઠળ ગુનો દાખલ કરી આરોપી અમિત ખૂંટની શોધખોળ શરૂ કરી છે.

સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન 10 દિવસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફતે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે જ પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા.અને બને રીલેશનશીપમાં આવ્યા હતા.

દરમિયાન શુક્રવારે મોડી સાંજે અમીત ખુંટ સગીરા બન્ને મળ્યા હતા અને અમિત સગીરાને લઈને યાજ્ઞીક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો. જ્યાં બન્ને સાથે જ્યુસ પીધું હતું. ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ હતી. અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરુ સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ વિગતથી વાકેફ કર્યા હતા. સગીરાસ સાથે અમિતે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તેણે પોલીસને ઉપરોક્ત વિગતો સાથે ઘટના વર્ણવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂૂ કરાઇ છે. સગીરાની બહેને મીડિયા સમક્ષ આપેલા ઈન્ટરવ્યુંમાં માહિતી આપતા હતું કે, હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો ચકાસાઈ રહી છે.

જો કે યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કારમાં હું તેની બાજુની સીટમાં બેઠી હતી અને બાદમાં અમે બન્ને ગોંડલ ચોક નજીક ગયા હતા. ગોંડલ જવા બાજુના જતા રસ્તે પુલ નીચે અમીત ખુંટે ગાડી ઉભી રાખી હતી અને ગાડીમાં કાચમાં લગાડવાની જાળી રાખી હતી.આ પછી હેરીયર ગાડીમાં પાછળની સીટમાં બેસવા માટે કહ્યું હતું. જેથી, હું તેની ગાડીમાં પાછળની સીટમાં બેસી ગઈ હતી અને ત્યાં આ અમીત ખુંટ પણ પાછળની સીટમાં આવીને બેસી ગયો. ગાડીના બધા દરવાજા લોક કરી મારો હાથ પકડી લીધો અને મારી સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. મે તેને આ બાબતે ના પાડતા મારો હાથ છોડાવી લીધો હતો. અમીત મને કહેવા લાગ્યો હતો કે, મારે તારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે, જેથી મેં ના પાડી તો તે મને કહેવા લાગ્યો કે, આમા તારુ નહી ચાલે તેમ કહી તે મારી સાથે બળજબરી કરવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે, સંબંધ તો હું બાંધીને જ રહીશ. ત્યારબાદ અમીત બળજબરીથી મારા કપડા ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યો એટલે મે તેનાથી બચવા માટે તેને પગથી પાટુ માર્યું પણ તેણે મારા બંને હાથ પકડી રાખીને મારી મરજી વિરુદ્ધ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.