વિવિધ ધાર્મિકતાથી ભરેલા ભારત દેશમાં વિવિધ તહેવાર ઉજવવામાં આવે છે. દરેક તહેવારો દેશવાસીઓ ધામધૂમથી ઉજવે છે. જેમાનો એક છે ગણેશ ચતુર્થી. આ વર્ષે પણ સેંકડો લોકો બાપ્પાને ઘરે લાવ્યા છે. આવનારા 10 દિવસ લોકો બાપ્પાની સેવા પૂજા કરીને તેમને રાજી કરશે અને આશીર્વાદ મેળવશે.
ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિશ્વાસ ન કરી શકાય તેવો વિડીયો સામે આવ્યો છે. આમ તો દર વર્ષે ગણેશ ચતુર્થીમાં ગણેશજીના નવા નવા અવતારવાળી મૂર્તિઓ સામે આવે છે. જેમ કે આ વર્ષે પુષ્પા ગણનેશજી, રોકી ભાઈ ગણેશજી જેવા અવતારો આપી ભક્તોએ ગણેશજીનું આગમન કર્યું છે. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગણેશજી સિંહાસન પરથી ઊભા થઈને ભક્તને આશીર્વાદ આપતા દેખાયા છે.
View this post on Instagram
આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ ગયો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યારે એક ભક્ત ગણેશજીના ચરણસ્પર્શ કરીને પગે લાગે છે, ત્યારે સિંહાસન પર બેઠેલા ગણપતિ ઉભા થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે. લોકો આ વિડીયોને ચમત્કાર ગણી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં ભક્તોએ મગજ દોડાવીને એક એવી મૂર્તિ બનાવી છે જે હલનચલન કરી શકે છે.
આ ખાસ મૂર્તિ એવી રીતે બનાવવામાં આવી છે, તેને જોતા એકદમ સાચું હોય તેવી પ્રતીતિ થાય છે. ખરેખર માં ભક્તો દ્વારા એક ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. જે ગણેશજીની પ્રતિમા ભક્તોને આશીર્વાદ આપવા સ્થાન પરથી ઊભી થઈ જાય છે. અને ભક્તને આશીર્વાદ આપી પાછી તેના સ્થાને પાછી બેસી જાય છે. હાલા વિડિયો ચારે બાજુ વાયરલ થઈ ગયો છે. સેકડો લોકોએ આ વિડીયો જોઈને શેર કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.