ગેસ બ્લાસ્ટ તથા બોમ્બ બ્લાસ્ટને લઈ કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ રાજ્યના સુરત શહેરમાંથી આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કામરેજમાં આવેલ લસકાણાની વિપુલનગર સોસાયટીમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી જવા પામી હતી.
મધરાત્રે સર્જાયેલ આ દુર્ઘટનામાં 3 કારીગર ખુબ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. જેને લીધે એમને સારવાર અર્થે સુરતની સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. રસોઈ બનાવતી વખતે અચાનક જ બ્લાસ્ટ થયો હોવાનું સ્થાનિક યુવાનોએ કહ્યું હતું. સુરત ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા તેમજ દાઝેલા લોકોને સારવાર માટે લઈ જવાની કામગીરી હાથ ધરી હતી.
ત્રણ યુવકો રસોઈ બનાવતાં હતા:
આ સમગ્ર ઘટનાને નજરે જોનાર કૃણાલ સ્વાઈ જણાવે છે કે, અચાનક એક મકાનમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી. લોકો એકઠા થઈ ગયાં હતાં તેમજ ત્રણેયને ખુબ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેને કારણે તાત્કાલિક અર્થે એમ્બ્યુલન્સ તેમજ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. એમ્બ્યુલન્સ સમયસર આવી જતા ત્રણેયને સારવાર અર્થે શહેરની સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તો લુમ્સના કારીગર:
ઇજાગ્રસ્ત થયેલ ત્રણેય લુમ્સના કારીગર તેમજ ઓડિશા તથા યુપીના રહેવાસી છે. રામ મિલન નંદગોપાલ મિશ્રા પોતાના રૂમમાં રસોઈ બનાવી રહ્યા હતાં ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો કે, જેમાં રામમિલન ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે બાબુલાલ નામનો યુવાન દિવાલ તેમજ બિપિન બહેરા શૌચાલયમાંથી પરત ફરતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં રામ મિલનની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.