Gautam Adani Net Worth: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani) એક સમયે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા હતા, પરંતુ તે પછી સમય એવો બદલાયો કે, હવે તેઓ ટોપ 25ની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે. થોડા સમય પહેલા અદાણી ગ્રૂપ(Adani Group) વિરુદ્ધ એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેણે અદાણી ગ્રૂપના શેર વેચવાનું શરૂ કર્યું હતું.
રિપોર્ટમાં ગ્રૂપ કંપનીઓમાં એકાઉન્ટિંગમાં છેતરપિંડી અને સ્ટોક હેરાફેરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 24મી જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ જ અદાણી ગ્રુપની હાલત ખરાબ થઈ ગઈ હતી. ગૌતલ અદાણીની પ્રોપર્ટી દરરોજ ખોટ નોંધાવી રહી છે. ગ્રૂપે ફરીથી માર્કેટમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ છેલ્લા દિવસથી ફરીથી ગ્રૂપના શેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે.
શેર ઘટવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટી
અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે તે વિશ્વના અબજોપતિઓની યાદીમાં 26મા ક્રમે છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીને 2.6 અબજ ડોલર એટલે કે લગભગ 21 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મંગળવારે અદાણી 25માં નંબરે હતો. હવે અદાણીની નેટવર્થ ઘટીને $45.3 બિલિયન થઈ ગઈ છે. જ્યારે હિંડનબર્ગે જૂથ વિરુદ્ધ અહેવાલ જારી કર્યો ત્યારે તે US$119 બિલિયન હતું.
શું છે અદાણીના શેરની હાલત?
અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના શેર બુધવારે BSE પર ટ્રેડિંગ સેશનમાં વધ્યા હતા, જ્યારે અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ સતત બીજા સત્રમાં 5% ઘટ્યા હતા. તેના પર લોઅર સર્કિટ લગાવવામાં આવી છે.
અદાણી જૂથની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેર મંગળવારે નુકસાન સાથે બંધ થયા હતા. અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઈઝ ઈક્વિટી બજારોમાં નબળા વલણ વચ્ચે 7% થી વધુ ઘટીને બંધ થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.