કચ્છની કોયલ અને ગુજરાતની ખ્યાતનામ ગાયક કલાકાર ગીતાબેન રબારી (Geeta Ben Rabari.)ને ભાગ્યે જ કોઈક નહિ ઓળખતું હોય. ગીતાબેન રબારી ના સુમધુર અવાજને કારણે તેઓ દેશ વિદેશમાં ગુજરાતી ગીતો ગાવામાં નામના ધરાવે છે. હાલમાં ગીતાબેન રબારી ઉતરાખંડના પ્રવાસે છે અને સ્વામી રામદેવ ના આશ્રમના એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે સ્વામી રામદેવ Swami Ramdev બાબાએ એક મોટો ખુલાસો કર્યો છે.
ગીતાબેન રબારી હાલમાં ઉતરાખંડના હરિદ્વારમાં એક કાર્યક્રમમાં કીર્તન અને ભજન સંધ્યા માટે પહોંચ્યા છે. હરિદ્વારમાં યોગ ઋષિ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના સાનિધ્યમાં પતંજલિ યોગપીઠ ખાતે કીર્તન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ગીતાબેન રબારી ભોળાનાથના ગીત ગાયા હતા, જ્યારે સ્વામી રામદેવ એ ઢોલ પર હાથ અજમાવ્યો હતો.
સનાતન સંગીત મહોત્સવ ના આયોજનમાં દેશભરના ખ્યાતના લોકો ગીત અને ભારતીય સંગીતના કલાકારો પહોંચ્યા હતા. 26 માર્ચના રોજ પતંજલિ સંન્યાસ આશ્રમ પતંજલિ યોગપીઠ હરિદ્વાર ખાતે આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વર યોગીની ગીતાબેન રબારી સહિત મૈથીલી ઠાકુર (Maithili Thakur) પણ ઉપસ્થિત રહ્યા હતા. મૈથિલી ઠાકુર પણ ભારતીય કીર્તન ઉપર પોતાના સ્વર આપીને ખ્યાતનામ થયા છે.
રામદેવ એક ફેસબુક પોસ્ટના માધ્યમથી ગીતાબેન વિશે એક વાત કરી છે. Facebook પોસ્ટના માધ્યમથી સ્વામી રામદેવ જણાવે છે કે, ગઈકાલે ગીતા રબારી મારા સંત આશ્રમમાં આવી. જ્યાં તેની સાથે મારી મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું બાબા અમારા માતૃશ્રી પાડોશીઓના વાસણ ધોઈને ગુજરાન ચલાવતી હતી અને મને વાસણ ધોઈને ભણાવી છે. હું ભગવાનના ભજન કરવામાં લાગી ગઈ અને મારો જન્મ સુધરી ગયો. ભગવાનના ભજન કીર્તન કરવાથી મારી ગરીબી દૂર થઈ ગઈ.
યોગ ગુરુ સ્વામી રામદેવે હરિદ્વારમાં 100 યુવાનોને સંન્યાસની દીક્ષા આપવાના છે. સુર સમ્રાજ્ઞી ગીતાબેન રબારીના ભજનોથી આશ્રમમાં ભોલેનાથની ભક્તિનો માહોલ છવાયો હતો. હરિદ્વારમાં આવેલ પતંજલિ યોગ આશ્રમમાં ભારતીય સનાતન સંગીતની પ્રસ્તુતિનો કાર્યક્રમમાં ગીતા રબારીનું સન્માન કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.