ગીતા રબારીના ઘરે દુઃખનો પહાડ તુટ્યો; ભાઈ મહેશ રબારીનું નિધન, પ્રોગ્રામ મૂકીને દોડ્યાં

geeta rabari brother death: કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીના ઘરે આજે આભ ફાટી નીકળ્યું છે. કારણકે તેમના ભાઇ મહેશભાઇ રબારીનું આકસ્મિક અવસાન થયું હોવાનું સામે છે. ત્યારે ગીતારાબરીના ભાઈનું હાર્ટઍટેકમાં મોત થતા ગીતા રબારીએ પોતાના (geeta rabari brother death) પ્રોગ્રામ પણ કેન્સલ કરી નાખ્યા હતા.તેમજ મહેશ રબારીના ઓચિંતા મોતના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

ગીતા રબારીના પિતરાઈ ભાઈનું થયું મોત
ગીતાબેન રબારીના મહેશભાઇ રબારીનું 39 વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થતા તેમના અને તેમના પરિવાર માથે દુખ આવી પડ્યુ છે. ગીતાબેને મહેશભાઇ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી જે અનુસાર મહેશભાઇ રબારીનું 24 નવેમ્બરે અવસાન થયુ છે.તેમજ તેમનું બેસણું 27 નવેમ્બરે ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યુ છે. તેમજ મહેશ રબારી ગીતા રબારીના પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે.

મહેશ રબારીને ગીતા રબારી રાખડી બંધતા
ગીતા રબારી અને મહેશ વચ્ચે ભારે સ્નેહ હતો. ગીતા રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશ રબારીને રાખડી બાંધતાં હતા જેના ફોટા પણ તેઓ શેર કરતાં હતા.ત્યારે કુદરતને જાણે કે બિજુ જ મંજુર હોય તેમ મહેશ રબારીની ઓચિંતી વિદાયના કારણે પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

કલાકારોએ શોક વ્યક્ત કર્યો
મહેશ રબારીના મોતના પગલે અન્ય કલાકાર જેમાં ગીતા રબારી, રાજભા ગઢવી તથા કીતરીદાન ગઢવી સહીત અનેક કલાકરોએ શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગીતા રબારી ઉપલેટામાં પોતાનો પ્રોગ્રામ કેન્સલ કરીને વતન પહોંચી ગયા હતા.