Delhi metro viral video: મેટ્રોમાં સીટ મેળવવા માટે રોજને રોજ ઘણા લોકોના ઝઘડાના વિડીયો જોવા મળતા હોય છે. ઘણી વખત તો એવું થાય છે કે ખચાખચ ભરેલી મેટ્રોમાં પગ મુકવાની જગ્યા પણ મળતી નથી અને પછી લોકો સીટ મેળવવા માટે જાત ભાતના પરાક્રમો કરતા હોય છે. જેની (Delhi metro viral video) કોઈએ કલ્પના પણ ન કરી હોય. એવી જ એક મહિલાનો વિડીયો આજકાલ સામે આવી રહ્યો છે. જ્યાં એક મહિલાએ મેટ્રોમાં સીટ મેળવવા માટે કંઈક એવું કર્યું. જેની આશા ત્યાં ઉભેલા લોકોને ન હતી. આજ કારણે આ વિડીયો સામે આવ્યા એની સાથે જ વાયરલ થઈ ગયો હતો.
તમે કહેશો કે મુસાફરી પર જઈ રહ્યા છો અને તમે મુસાફરી માટે મેટ્રો પસંદ કરી છે તો અહીંયા સીટ મેળવવી એક જંલ લડવા બરાબર છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જે જુગાડ દ્વારા પોતાની સીટ મેળવી લે છે. હવે સામે આવેલા આ વીડિયોને જોઈ લો. જ્યાં એક છોકરીએ મેટ્રોમાં સીટ મેળવવા માટે પાણીના ટબનો ઉપયોગ કર્યો અને જ્યારે આ વિડીયો વાયરલ થયો તો દરેક કોઈ જોઈ હેરાન થઈ ગયા હતા. કારણ કે આ લેવલના જુગાડ વિશે પહેલા કોઈએ વિચાર્યું ન હતું અને આ વિડીયો જોયા બાદ દરેક લોકો આશ્ચર્યમાં છે.
અહીંયા જુઓ વિડિયો
Vah kya dimag lagaya hai😀 pic.twitter.com/nvQMzwBez7
— Prabha Rawat🕉️🇮🇳 (@Rawat_1199) April 16, 2025
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી હાથમાં કોથળો લઈ મેટ્રોમાં ઘૂસી જાય છે અને પોતાની આસપાસ રહેલા મુસાફરોને ધ્યાનથી જુએ ત્યારબાદ આ છોકરી કોથળામાંથી પાણીનું કબ કાઢે છે અને તેમાં બેસી જાય છે. આ વિડીયો જોયા બાદ લોકોનું કહેવું છે કે આ કામ એક કન્ટેન્ટ ક્રિએટર લાઈક અને વ્યુઝ મેળવવા માટે કરી શકે છે. આ ક્લિપને જોઈને તમને પણ ખબર પડી ગઈ હશે કે આ સમગ્ર સીન પહેલેથી પ્લાનિંગ કરેલો હતો, જે હવે લોકો વચ્ચે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવા આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ કમેન્ટ દ્વારા આપી ચૂક્યા છે. એક વ્યક્તિ લખે છે કે સીધા શબ્દોમાં કહીએ તો હવે મેટ્રો રીલ બાજુઓનો અડો બની ગયું છે. તેમજ બીજો એક વ્યક્તિ લખે છે કે લોકો લાઇક અને વ્યુ માટે કંઈ પણ કરવા તૈયાર છે. અનેક વ્યક્તિ કહે છે કે આ પ્રકારની હરકત કોણ કરે? આ સિવાય પણ ઘણા લોકોએ મજેદાર કમેન્ટ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App