માતા પિતા માટે ચિતાવની રૂપ કિસ્સો: તમને પણ આવી ટેવ હોય તો તાત્કાલિક સુધારી દેજો

Girl swallows coins in Surat: સુરતમાં 3 વર્ષની બાળકી ઘરે રમતા રમતા બે સિક્કા ગળી ગયી હતી બાળકીને સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં (Girl swallows coins in Surat) આવી હતી જ્યાં અન્નનળી માંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરી કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી.

ત્રણ વર્ષની બાળકી સિક્કા ગળી ગઈ
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ(ડાયમંડ હોસ્પિટલ) તારીખ 18મી મે 2025ના રોજ રાત્રે 8:30 વાગ્યે દર્દી માનવી સરજીત રાય, ઉમર વર્ષ ત્રણ ને અન્ય હોસ્પીટલમાંથી સારવાર માટે ડાયમંડ હોસ્પીટલમાં ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી.

અન્નનળી બ્લોક થઇ ગઈ હતી
દર્દીના એક્ષ-રે પરથી માલુમ પડ્યું કે બાળકીના ગળાથી નીચે અન્નનળીમાં બે સિક્કા ફસાઈ ગયા હતા અને તેનાથી બાળકીને ગાળામાં સતત દુખાવો અને અન્નનળી બ્લોક થઈ જવાથી કશુ જ ગળે ઉતારી શકે તેમ ન હોઈ હોસ્પીટલના ડોક્ટર દ્વારા કેશની ગંભીરતાને ધ્યાનમાં લઇ તેમની સધન સારવાર ચાલુ કરી હતી.

હોસ્પીટલના સ્ટાફ દ્વારા રાત્રે બાળકીની અન્નનળી માંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરી કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી.બાળકીના વાલીના જણાવ્યા મુજબ બાળકી ઘરે રમતા રમતા સિક્કા ગળી ગયી હતી ત્યાર બાદ તેમને અન્ય હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી ત્યાં એક્ષ-રે કરતા માલુમ પડ્યું હતું કે તેમના ગાળામાં સિક્કા ફસાઈ ગયા છે.બાળકીને પીડામાંથી મુક્ત કરી હતી અને આજ રોજ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવી હતી અને બાળકીના પરિવારમાં ખુશી જોવા મળી હતી. ડાયમંડ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.