મુઝફ્ફરપુરમાં ટ્યુશન ટીચરે 6 વર્ષ સુધી વિદ્યાર્થિનીનું યૌન શોષણ ચાલુ રાખ્યું. બીજી બાજુ બાકી હતું તો, લગ્ન કર્યા બાદ આરોપી શિક્ષકે વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવીને તેના પતિને મોકલી દીધો હતો. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી.
પીડિતાનો આરોપ છે કે, શિક્ષકે ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું, પછી તેના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવ્યા. આરોપી તેને બ્લેકમેલ કરીને 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થિનીએ 2021માં અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા, પરંતુ શિક્ષકને આ વાત પસંદ ન આવી અને તેણે સતત ફોન કરીને તેણીને પરેશાન કરવાનું શરૂ કર્યું અને તેના પર સંબંધ બાંધવા દબાણ કર્યું.
જ્યારે પીડિતાએ વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે આરોપી શિક્ષકે યુવતીના અશ્લીલ વિડિયો અને ફોટા તેના પતિના મોબાઈલ પર મોકલી દીધા. પીડિતાના પતિએ આ વીડિયો જોયો અને સ્તબ્ધ થઈ ગયો. તેણે આનો વિરોધ કર્યો અને પીડિતા તેના મામાના ઘરે આવી. જ્યાં તેણે તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીનો સંબંધ તૂટવાની અણી પર છે.
પીડિતાના પિતાએ જણાવ્યું કે, દીકરીને ભણાવવા માટે વર્ષ 2015માં ગામમાં જ એક ટ્યુશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આરોપી શિક્ષકે તેની પુત્રીને પોતાની ઝપેટમાં લઈ લીધી અને તેની સાથે બળજબરીથી સંબંધ બાંધવા લાગ્યો. ત્યારપછી તેની અશ્લીલ તસવીર લઈને તેને બ્લેકમેલ કરી તેની સાથે 6 વર્ષ સુધી સંબંધ રાખ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.