પ્રેમનો ખૌફનાક અંત- આઠમાં માળેથી કુદીને પ્રેમિકાએ જીવ આપી દીધો, કારણ જાણી આંખો ભીની થઇ જશે

નજીવી બાબતે પહેલી નજરના પ્રેમનો દુ:ખદ અંત થયો. ફોન પર કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ત્યારબાદ બે પ્રેમીઓએ જીવ આપી દીધો હતો. બિહારના મુઝફ્ફરપુર…

નજીવી બાબતે પહેલી નજરના પ્રેમનો દુ:ખદ અંત થયો. ફોન પર કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ત્યારબાદ બે પ્રેમીઓએ જીવ આપી દીધો હતો. બિહારના મુઝફ્ફરપુર (Muzaffarpur)માં પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, આ માહિતી મળતા જ તેના પ્રેમીએ જયપુર (Jaipur)માં આઠમા માળ પરથી કૂદીને આપઘાત કર્યો હતો.

મુઝફ્ફરપુરની અંજલિ જયસ્વાલ (23) અને નીમ ચોક શંકરપુરીના વિવેક કુમાર (26) બંને આઠમા ધોરણમાં સાથે અભ્યાસ કરતી વખતે પ્રેમમાં પડ્યા હતા. લગભગ એક દાયકા સુધી પ્રેમમાં કોઈ વિવાદ નહોતો. બધું બરાબર ચાલતું હતું. ચાર વર્ષ પહેલા વિવેક એન્જિનિયરિંગ કરવા જયપુર ગયો હતો. ત્યાંથી પણ બંને સંપર્કમાં રહ્યા હતા. અહીં અંજલિ પણ સીએની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. બંનેનો એક કોમન ફ્રેન્ડ આ ઝગડાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ દુ:ખદ ઘટના બની ગઈ હતી.

ત્રણેય વચ્ચે કોન્ફરન્સ કોલ પર સમાધાન માટેની વાતચીત થઈ હતી. ત્યારે અચાનક બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો. ગુસ્સામાં, વિવેકે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો, એટલું જ નહીં તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો. આ પછી, ગુરુવારે સવારે તેમને અંજલિના મૃત્યુના સમાચાર મળ્યા. આનાથી વિવેકનું દિલ તૂટી ગયું. તે એટલો નિરાશ થઈ ગયો કે બપોરે તેણે પણ આઠ માળની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી.

મુઝફ્ફરપુર પોલીસે અંજલિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ વિવેકના મૃત્યુ બાદ તેના સંબંધીઓએ પોલીસને તેમના પ્રેમ સંબંધની જાણ કરી હતી. બંનેના મોતથી તેમના પરિવારજનો આઘાતમાં છે. વિવેકનો પરિવાર જયપુર જવા રવાના થઈ ગયો છે. વિવેકના કાકાના કહેવા પ્રમાણે, તેઓ ત્રણ વર્ષથી પ્રેમ પ્રકરણથી વાકેફ હતા, પરંતુ આવા દુ:ખદ અંતની કલ્પના પણ કરી શકતા ન હતા. અમે અંજલિને વહુ બનાવવા તૈયાર હતા, બસ એક વાર બંને કહેશે કે અમારે લગ્ન કરવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *