હાલમાં સ્કોટલેંડની એક મહિલાએ નવ મહિના સુધી પ્રેગનેંસીનું નાટક કર્યુ હતું. મહિલાએ પોતાના એક્સ બોયફ્રેન્ડને પોતે પ્રેગનેન્ટ હોવાનું કહીને જુઠું કહ્યું હતું. મહિલાએ તેના માટે 9 મહિના સુધી બેબી બંપ લગાવીને નાટક કર્યુ. મહિલાના આ નાટક પાછળનું કારણ પણ ચોંકાવનારુ છે. જેક્લીન મેકગોવન નામની મહિલા પોતાના એક્સ બોયફ્રેન્ડ જેની ઇતકેનની માને હોસ્પિટલમાં નકલી અપોઇન્ટમેંટની ફોટો પણ મોકલતી હતી. જેક્લીને જેમીના પરિવારને 9 મહિના સુધી તે વિશ્વાસ અપાવ્યો હતો કે તેના પેટમાં જેમીનું બાળક છે.
એક અહેવાલ અનુસાર, 36 વર્ષની જેક્લીન થનાર બાળક વિશે વાત કરવા માટે વારંવાર જેમીના સંબંધીઓ પાસે જતી હતી. એકવાર તો તે પૂરા 9 મહિના પ્રેગનેન્ટ મહિલાની જેમ તેના ભાઇની ઑફિસ પહોંચી ગઇ અને તેને મદદ કરવા કહ્યુ. તેના માટે જેક્લીને એક ફેક બેબી બંપ ખરીદ્યુ હતું જેને તે હંમેશા પોતાના કપડાની અંદર લગાવતી હતી.
જેક્લીને એ હદ સુધી લોકોને દગો આપ્યો કે, તેણે થનાર બાળકને નામ પણ આપી દીધું અને તે પોતાની ડિલીવરી ડેટ વિશે પણ લોકો સાથે ચર્ચા કરી રહી હતી. તેણે જેમીની માને જણાવ્યું કે, તે દાદી બનવાના છે. જેક્લીને જેમીની માને જણાવ્યું કે, જેમી ચેકઅપ અપોઇન્ટમેંટ્માં તેની સાથે નથી આવતો. જેક્લીને જણાવ્યું કે તેની ડિલીવરી 20 માર્ચ 2020ના રોજ થશે. તેણે જેમીની માને કહ્યું કે, ડિલીવરી બાદ તેણે પૌત્રનો ઉછેર કરવો પડશે.
એક દિવસ અચાનક જેક્લીને જેમીને બાળકના ઝૂલાની એક તસવીર મોકલી અને તેની પાસે 2,99,888 રૂપિયા માંગ્યા. થોડા સમય પછી જેક્લીને જણાવ્યું કે, તેનું મિસ કેરેજ થઇ ગયું છે. તેણે જેમીને અનેક મેસેજ મોકલીને કહ્યું કે તેણે બાળકને લઇને તેનો કોઇપણ પ્રકારે સહયોગ કર્યો નથી. ત્યારબાદ તેણે જેમીની માનો પણ સંપર્ક કર્યો.
આ બધાથી પરેશાન થઇને જેમીએ જેક્લીન વિરુદ્ધ કોર્ટમાં કેસ કરી નાંખ્યો. કોર્ટમાં જેક્લીને સ્વીકાર કરી લીધું કે, તેણે 1 જૂન 2019થી લઇને 29 ફેબ્રુઆરી 2020 વચ્ચે જેમી અને તેના ઘરના સભ્યોને હેરાન કરવાનું અને ડરાવવાનું કામ કર્યુ હતું. તેણે પોતાના એક્સ બોયફ્રેન્ડને સ્ટોક અને તેના પર નજર રાખવા માટે આ બધુ કર્યુ હતું. આ ઉપરાંત તે પોતાની પ્રેગનેન્સીના બહાને પૈસા પણ હડપવા માગતી હતી.
પર્થ શેરિફ કોર્ટમાં આ મામલે સુનાવણી ઘણા દિવસોથી ચાલી રહી છે. પાછલી સુનાવણીમાં જેક્લીન કોર્ટમાં હાજર રહી નહી. પરંતુ તેણે નિવેદનમાં સ્વીકાર્યુ કે, આ બધુ કરવા માટે તે નકલી બેબી બંપ લગાવતી હતી. આ આરોપો માટે જેમીના વકીલે કોર્ટ સમક્ષ જેક્લીનને દોષી ઠેરવવાની માંગ કરી.
કોર્ટે કહ્યું કે, આ એક અસામાન્ય આરોપ છે અને તેના માટે બાકી રિપોર્ટ્સ જોવાની જરૂર છે. જેક્લીનને ગઈ સુનાવણીમાં દોષી ઠેરવવામાં આવી ન હતી. જોકે, હવે તેને આવતા મહિને સજા સંભળાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle