હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને લીધે લાખો લોકોના મોત ઓઅન થઈ ચુક્યા છે. WHO દ્વારા સમગ્ર વિશ્વને એક ગંભીર ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો મૃત્યુઆંક કુલ 20 લાખ સુધી પહોંચી શકે છે.
વિશ્વ આરોગ્ય સંગઠને આ વાત જણાવી છે. WHO એ જણાવતાં કહ્યું હતું કે, એક સફળ રસી મળવા તથા વ્યાપક સ્તર પર લોકોને રસી આપતા પહેલાં કોરોનાથી થનાર મોતનો આંકડો કુલ 20 લાખ સુધી પહોંચી શકે છે. WHOએ એમ પણ જણાવ્યું છે કે, જો મહામારીને અટકાવવાં માટે સંગઠિત થઇને પગલાં લેવામાં ન આવે તો મૃત્યુઆંક કુલ 20 લાખથી વધારે થઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં દુનિયામાં કોરોના સંક્રમણના કુલ 3,27,00,000 થી વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. માઇક રયાને જણાવતાં કહ્યું કે, આપણે કોઈપણ રીતે મહામારીમાંથી બહાર નીકળી શક્યા નથી. એમણે એમ પણ જણાવ્યું હતું કે, નવા કેસોમાં યુવાનોને દોષ દેવો જોઈએ નહીં.
એમણે જણાવતા કહ્યું કે, આશા રહેલી છે કે આપણે એકબીજાની વિરુદ્ધ આંગળી ચીંધીશું નહીં. માઇક રયાને જણાવતાં કહ્યું હતું કે, ઘરમાં પાર્ટીઓ થઈ રહી છે. જેમાં બધી જ ઉંમરના લોકો સામેલ થઈ રહ્યા છે. કોરોના વાયરસથી અમેરિકામાં કુલ 2,08,000 થી વધારે, ભારતમાં કુલ 93,000થી વધારે મોત થયા છે.
બ્રાઝિલમાં કુલ 1,40,000થી વધારે તથા રશિયામાં કુલ 20,000થી વધારે લોકોનાં મોત થયાં છે. સૌથી વધારે સંક્રમણના કેસમાં અમેરિકા ટોચ પર છે. જ્યાં કેસનો આંકડો કુલ 72 લાખને પાર કરી ચુક્યો છે. ભારત બીજા નંબર પર છે. જ્યાં અત્યાર સુધીમાં કુલ 59 લાખ કેસ સામે આવી ચૂકયા છે.
આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી