ગુજરાત(Gujarat): યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અથવા તો ગુગલ ક્યાંય પણ તમે ડો. જ્ઞાનવત્સલ સ્વામી(Gyanvatsal Swami)નું નામ સર્ચ બોક્સમાં લખો એટલે મોટિવેશનલ સ્પીચના ઢગલાબંધ વિડીયો તમારી સામે આવી જાય. તેમના વિડીયોમાં સ્પીચ સાંભળીને ઘણાના મનને શાંતિ મળે છે, ઘણાને જીવન જીવવાના અનેક સરળ રસ્તા મળે છે તો કેટલાય લોકોનો જોમ અને જુસ્સો વધે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, 24 વર્ષથી વક્તવ્યો આપતા અને સોશિયલ મીડિયામાં જાણીતા ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ કે ક્યાંય પણ એકાઉન્ટ નથી!
અમે તમને જણાવી દઈએ કે, ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ વલ્લભવિદ્યાનગરમાં મિકેનિકલ એન્જિનયરિંગ કર્યું. 1991માં એન્જિનયરિંગ પૂર્ણ કર્યું ને 1992માં પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા લીઘી હતી. તેમના ઉપદેશ અને તેની સમાજમાં થયેલી જોરદાર અસરને કારણે બે યુનિવર્સિટીઓએ ડી.લીટ.ની પદવીથી નવાજવામાં આવ્યા હતા. 2020માં ગોધરાની ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી અને 2022માં ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની પદવી આપવામાં આવી છે એટલે જ્ઞાનવત્સલ સ્વામીની આગળ ‘ડોક્ટર’ની ઉપાધિ લાગે છે.
ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, મેં લગભગ 400થી વધારે જીવનચરિત્રો વાંચ્યા છે. જેમાં બાયોગ્રાફિસ અને ઓટોબાયોગ્રાફિસ અને બીજું બધું પણ વાંચન હોય છે. કદાચ તમને આશ્ચર્ય થશે કે હું બીજા ધોરણમાં હતો ત્યારથી રીડર્સ ડાયજેસ્ટ વાંચું છું અને વાંચનની રુચિ સાહજિક છે. બાકી, રેફરન્સ મોઢે યાદ રહે છે જે ભગવાનની દયા છે. ટાઇમે યાદ આવે છે અને ટાઇમે બોલી જવાય છે. હું કોઈ સ્પેશિયલ પ્રેક્ટિસ નથી કરતા. યાદ રાખવાની કોઈ પદ્ધતિ અપનાવતા નથી.
તમારા મતે પ્રમુખ સ્વામી મહારાજ એટલે શું… અને આંખમાંથી આંસૂ સરી પડ્યાં:
ડો. જ્ઞાનવત્સલ સ્વામીને પૂછવામાં આવ્યું કે, તમારા મતે પ્રમુખ સ્વામી મહારાજ એટલે શું.. આ પ્રશ્ન સાંભળતા જ તેઓની આંખમાં આંસુ આવી ગયા હતા અને કહ્યું હતું કે, પ્રમુખ સ્વામી વિશે તો વર્ણન કરી શકાય એવું નથી, પ્રમુખ સ્વામી મહારાજે લોકોને જે આપ્યું છે એ કલ્પનાતિત છે .લોકોને ચારિત્ર્ય ઘડતા શીખવાડ્યું, સાથે જ લોકોને જીવન જીવવાની જીવનશૈલી શીખવાડી. એમણે લાખ્ખો લોકોનું જીવન ઉન્નત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, જો એક લીટીમાં કહેવામાં આવે તો ધેર ઈઝ નો વર્ડ ઈન ડિક્સનેરી ટુ ડિસ્ક્રાઈબ પ્રમુખ સ્વામી મહારાજ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.