આજના બુધવારના દિવશે આ રાશિના જાતકો પર રહેશે ભગવાનની કૃપા

વૃષભ:આજે મોટાભાનો સમય ઘરેલૂ કામને પુરા કરવામાં પસાર થશે. આરામ દાયક અનુભવ કરવા માટે મનોરંજન સંબંધિત યોજનાઓ પણ બનશે. સારો કપડા અને ખાનપાન તમારો મહત્તવપૂર્ણ ગુણ છે. દિવસના બીજા ભાગમાં કોઇ પ્રકારની ચિંતા આવી શકે છે. વિરોધી ઈર્ષ્યાની ભાવના સાથે તમારા વિશે કોઇ અફવાહ ફેલાવી શકે છે.

કર્ક:બાળકોના ભવિષ્ય સંબંધિત કોઇ પ્લાનિંગ થશે. રોકાણ સંબંધિત કાર્ય પૂર્ણ થશે. હ્રદયની જગ્યાએ મનથી કામ લો. હિંમત અને સાહસના દ્વારા અસંભવ કાર્યને પણ સરળતાથી સંભવ કરી લેશો. કોઇ નજીકના સંબંઝી સાથે સામાન્ય વાતે વિવાદ થશે. જેના કારણે એકબીજા સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. કોઇ બહારના વ્યક્તિ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

કન્યા:આજનો દિવસ મિસારો ફળદાયક રહેશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવાનો સમય છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં વધારે મન રહેશે તથા પરીક્ષામાં સફળતા પણ પ્રાપ્ત થશે. આર્થિક મામલે સાવધાની રાખવાની જરૂરિયાત છે. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. તમે તમારી સુખ-સુવિધાઓને નજરઅંદાજ કરીને અન્ય માટે વધારે સમય પસાર કરશો.

વૃશ્ચિક:સામાજિક સંબંધો મજબૂત થશે. પારિવારિક ગતિવિધિઓમાં પણ વ્યસ્તતા રહેશે. ઘરના સભ્યોની સુખ-શાંતિનું ધ્યાન રાખવું તેમને સુરક્ષાની ભાવના પ્રદાન કરશે. રોકાણ સંબંધિત કોઇ કાર્ય કરતાં પહેલાં યોગ્ય રીતે વિચાર કરી લો. કોઇ કર્મચારી પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તમારી સાથે દગો કરી શકે છે.

મકર:પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યો વચ્ચે વ્યવસ્થિત કરો. તમારા માટે સમય પસાર કરવો તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. તમે તમારા કાર્યો પ્રત્યે પ્રયત્ન કરતાં રહેશો અને સફળતા પ્રાપ્ત કરશો. આજે થોડી નેગેટિવ  લોકો સાથે મુલાકાત થઇ શકે છે. તમે તેમની વાતોમાં આવો નહીં અને તમારા વિવેક અને બુદ્ધિમતા દ્વારા સ્થિતિઓ ઉપર વિચાર કરો.

મીન:થોડાં સમયથી તમને જે વસ્તુની શોધ હતી આજે તે મળશે. તમે ખબ જ સારા મૂડમાં હશો. તથા આત્મ અવલોકન દ્વારા પોતાની ભૂલોમાં સુધાર લાવવાની ઇચ્છા પણ રાખશો. ઉતાવળમાં કરેલાં કાર્યોના કારણે નુકશાન ભોગવવુ પડી શકે છે. ધીમે-ધીમે પરિસ્થિતિઓ પક્ષમાં આવી જશે. બાળકોના અભ્યાસને લઇને ચિંતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *