કન્નુર: હાલમાં કેરળના કન્નૂર એરપોર્ટ પર એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. સોમવારે અહીં 14 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ સોનું કોઈ દાગીના કે બિસ્કિટના આકારનું નહોતું પરંતુ, તે જીન્સ પર સોનાની પેસ્ટ બનાવીને ચોંટાડવામાં આવ્યું હતું. વાસ્તવમાં તેનો હેતુ એ હતો કે પોલીસના લોકો કાપડ પર ડિઝાઈન જોઈને તેને છોડી દે. પરંતુ, આવું ન થયું અને આરોપીને ત્યાં જ પકડી પાડવામાં આવ્યો હતો.
ન્યૂઝ એજન્સી ANI દ્વારા તેની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં જોવા મળે છે કે, જિન્સમાં બે સ્તરો બનાવવામાં આવ્યા છે. એક લેયર પર ગોલ્ડ પેસ્ટ ચોંટાડવામાં આવી છે જે એક ખાસ ડિઝાઇન જેવી લાગે છે. આ પેન્ટ પહેરીને આરોપી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની તે એરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી છે.
આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન તેઓ શંકાસ્પદ લાગતા તે વ્યક્તિના કપડા ઉતારવામાં આવ્યા. તેણે ડબલ લેયર્ડ પેન્ટ પહેર્યું હતું. તેણે ખૂબ જ પાતળી પેસ્ટના કરીને સોનું છુપાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, “કન્નૂર એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોમવારે સવારે 302 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.” જાણવા મળ્યું છે કે, તેની કિંમત 14.69 લાખ રૂપિયા છે. આ સોનું જીન્સ પેન્ટમાં પેસ્ટ બનાવીને ચોટાડીને લાવવામાં આવી રહ્યું હતું.
મેંગલુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કસ્ટમ અધિકારીઓ દ્વારા રવિવારે દુબઇથી આવેલા એક મુસાફર પાસેથી 335 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. તેની કિંમત 16,21,400 રૂપિયા આંકવામાં આવી છે. આ સોનું કેરળના કાસરાગોડના રહેવાસી મોહમ્મદ નાવાસ પાસેથી મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેને બે સ્કેટિંગ બોર્ડ સાથે જોડાયેલા સળિયામાં છુપાવીને રાખવામાં આવ્યો હતો. પેસેન્જર શનિવારે દુબઇથી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX 384 પર અહીં પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.