સોના ચાંદીમાં ભાવમાં મોટો કડાકો, એકસાથે વધ્યા આટલા ભાવ- જાણો આજની નવી કિંમત

ભારતીય બુલિયન માર્કેટ(Indian Bullion Market)માં આજે એટલે કે 12 જાન્યુઆરી, 2022ના રોજ સોનાની કિંમત(The price of gold)માં વધારો થયો હતો. તેમજ ચાંદીના ભાવ(The price of…

ભારતીય બુલિયન માર્કેટ(Indian Bullion Market)માં આજે એટલે કે 12 જાન્યુઆરી, 2022ના રોજ સોનાની કિંમત(The price of gold)માં વધારો થયો હતો. તેમજ ચાંદીના ભાવ(The price of silver)માં પણ ઉછાળો આવ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં 228 રૂપિયાનો વધારો નોંધાયો હતો. તે ઉપરાંત આજે ચાંદીના ભાવમાં 271 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.

જાણો આજે શું છે સોનાનો ભાવ?
દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનાનો ભાવ 228 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 46,812 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 46,584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આજે ચાંદી કેટલે પહોંચી?
દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ રૂ. 271 વધીને રૂ. 59,932 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 59,661 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ -24 કેરેટ સોનાની અને ચાંદીની કિંમત:

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી?
નોંધનીય છે કે હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નથી ચકાસી શકો છો, પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *